વોટ્સએપના સુરક્ષા વિવાદથી ટેલિગ્રામને ફાયદાનું સિગ્નલ

November 6, 2019 at 11:07 am


વોટ્સએપના બહુચચિર્ત સિક્યોરિટી વિવાદનો સીધો ફાયદો અન્ય બે ‘સુરક્ષિત’ મેસેજિંગ અને કોલિંગ એપ્સ-ટેલિગ્રામ અને સિગ્નલને થયો છે. ભારતના યુઝર્સના આંકડામાં આ બાબત સ્પષ્ટ દેખાય છે. સાયબર સિકયોરિટીઝ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં આ ટ્રેન્ડને વધુ વેગ મળવાની શકયતા છે.

સેન ફ્રાિન્સસ્કોની એપ એનાલિટિકસ ફર્મ એપ એનીએ આપેલા ડેટામાં મહત્વની વિગતો જાણવા મળી છે. ભારતમાં 3 નવેમ્બરે આઈઆેએસના એપ સ્ટોર પર સોશિયલ નેટવર્કિંગ એપ ડાઉનલોડ કેટેગરીમાં ‘સિગ્નલ’ 39માં ક્રમે હતી, જે સપ્તાહ અગાઉના 105માં સ્થાનની તુલનામાં મોટો ઉછાળો દશાર્વે છે. એવી રીતે ગૂગલ પ્લે પર પણ ભારતમાં પહેલી નવેમ્બરે કોમ્યુનિકેશન્સ એપ ડાઉનલોડ કેટેગરીમાં ‘સિગ્નલ’ સપ્તાહ અગાઉના 255માં ક્રમથી કૂદકો મારી 31માં ક્રમે પહાેંચી છે.

ભારત 40 કરોડ યુઝર્સ સાથે વોટ્સએપનું સૌથી મોટું માર્કેટ છે. જોકે, આ તેના આ પ્રભુત્વમાં તિરાડો દેખાવા માંડી છે. એપ એનીના જણાવ્યા અનુસાર ગયા સપ્તાહે ગૂગલ પ્લેની કોમ્યુનિકેશન કેટેગરીમાં મોટાભાગની ડાઉનલોડેડ એપ્સમાં વોટ્સએપ મેસેન્જર પ્રથમ ક્રમથી ગબડી ચોથા ક્રમે પહાેંચ્યું છે. યુસી બ્રાઉઝર, ફેસબૂક મેસેન્જર અને ટ³કોલર અત્યારે વોટ્સએપ કરતાં આગળ છે.
સિકયોરિટી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રશિયન એપ ટેલિગ્રામ તેમજ વોટ્સએપના સહસ્થાપક બ્રાયન એકટન અને અન્ય લોકોએ શરૂ કરેલી અમેરિકાની સ્વૈિચ્છક સંસ્થા દ્વારા સંચાલિત ‘સિગ્નલ’ના ફીચર્સ અને અપડેટ્સ વોટ્સએપ કરતાં વધુ સુરક્ષિત હોવાનો મત છે. સાયબર સિકયોરિટી કંપની લ્ફુસિડયુસના સહસ્થાપક રાહુલ ત્યાગીએ જણાવ્યું હતું કે, ટેલિગ્ર±મ જેવી એપ એમટી પ્રાેટોનો ઉપયોગ છે. આ પ્રાેટોકોલ દ્વારા એક જ મેસેજની ઝીણવટભરી ચકાસણી થાય છે. ત્યાગીના જણાવ્યા અનુસાર એપમાં એિન્ક્રપ્શન ઉપરાંત, મેસેજની લંબાઈ માપવા સહિતના ફીચર્સ છે. યુઝર 32 અક્ષરનો મેસેજ મોકલે તો સામેવાળી વ્યિક્તને એટલા જ અક્ષરનો મેસેજ મળ્યો છે કે નહી તેની એપ ચકાસણી કરે છે. વોટ્સએપના ડિઝાઈનિંગમાં સુરક્ષા જડબેસલાક નથી અને તેને લીધે હેકિંગની શકયતા વધી જાય છે.

Comments

comments