વોટ્સએપમાં આવ્યું નવુ ફિચર, આ ખાસ ફીચરમાં જોવા મળશે ચેન્જીસ

November 29, 2018 at 2:31 pm


સોશિયલ મીડિયામાં સૌથી વધુ વપરાશ વોટ્સએપનો છે, વોટ્સએપ વગર લોકોને દુનિયા અધુરી લાગે છે, ત્યારે ઈન્સટન્ટ મેસેજિંગ વોટ્સએપમાં એક નવું ફીચર આવ્યું છે, આ ફીચર વોઈસ મેસેજ યૂઝ કરવાનો અનુભવા બદલવા માટે છે… વોટ્સએપમાં વોયસ મેસેજનું ફીચર આવે છે જેના દ્વારા તમે તમારો વોઈસ રેકોર્ડ કરીને સેન્ડ કરી શકો છો.

અત્યાર સુધી મોકલવામાં આવેલ વોઈસ મેસેજને એક એક કરીને સાંભળતા હતા….પરંતુ નવું ફીચર આવ્યા બાદ એવું નહીં થાય, એટલે કે કોઈએ પાંચ વોઈસ મેસેજ મોકલ્યા હોય ત્યારે આપણે એક વોઈસ બાદ એક પર ક્લિક કરીને સાંભળવું પડતું તેવું હવે નહીં થાય….હવે આવેલ નવા ફીચર પ્રમાણો એક વોઈસ મેસેજ પ્લે કર્યા બાદ બીજો વોઈસ મેસેજ આપોઆપ જ પ્લે થઈ જશે, એટલે કે જો પાંચ વોઈસ મેસેજ મોકલેલ હોય તે એક પ્લે કર્યા પછી બીજો આપોઆપ જ સાંભળી શકાશે…દરેક વખતે અલગ અલગ પ્લે કરવાની આવશ્યકતા રહેશે નહીં….આ ફીચરના કન્ઝીકયુટિવ વોઈસ મેસેજ કહેવામાં આવે છે….તો અપનાવો વોટ્સએપનું આ નવું ફીચર અને માણો વોઈસ મેસેજની મજા…

Comments

comments

VOTING POLL