વોટ્સએપ વિલન

July 6, 2018 at 11:22 am


બ્લુ વ્હેલ પછી ફરી પાછું સોિશ્યલ મીડિયા કિલર પુરવાર થઇ રહ્યું છે અને તેથી સરકાર માઈબાપ પણ મૂંઝાઈ છે. ફેસબુક,વોટ્સએપ અને એના જેવી ડઝનબંધ એપ લોકો માટે અનિવાર્ય બની ગઈ હોવા છતાં તે તકલાદી પુરવાર થઇ રહી છે. વિશ્વમાં કરોડો લોકો આ બધી એપનો ઉપયોગ કરે છે પરંતુ હવે તેનો દુરુપયોગ થતો સામે આવી રહ્યાે છે. ભારતમાં વોટ્સએપના 20 કરોડ એિક્ટવ યુઝર્સ છે અને દિવસે ને દિવસે તેનો વ્યાપ વધતો જાય છે. પોલીસ તંત્ર ગુનેગારોને પકડવા માટે મોબાઈલ નેટવર્કને અને વોટ્સએપ જેવી જુદી જુદી એપને ઉપયોગી માની રહી છે પરંતુ બીજી તરફ ગુનેગારો પણ આેછા નથી અને પોલીસથી પણ બે ડગલાં આગળ નીકળી ગયા છે. પહેલા તો કોઈ એક વાત બીજા સુધી પહાેંચાડવી હોય તો થોડો ટાઈમ લાગતો પરંતુ હવે તો ઘડીના છઠા ભાગમાં વિશ્વના કોઈ પણ છેડે વાત પહાેંચી જાય છે. ભારતમાં તો ધીરુભાઈ અંબાણીએ ખરા અર્થમાં દુનિયાને મુઠ્ઠીમાં સમાય જાય એવડી બનાવી દીધી છે. વોટ્સએપ અને ફેસબુક ગામનો ચોરો બની ગયા છે. ગામડાગામમાં એકાદ એવી જગ્યા હોય છે જ્યાં ગામના નવરા લોકો આવીને બેસે અને ગામ આખાની પંચાત કરે.આ બંને એપ પણ પંચાત કરવાનું મોટું માધ્યમ બની ગઈ છે. ઘણા હરખપદુડા લોકો તો ઘરમાં જાગે એટલે ગુડ મોર્નિંગના મેસેજથી આશીવાર્દ આપવાનું શરુ કરે છે જે રાત્રે ઘોટાય નહિ ત્યાં સુધી ચાલુ રાખે છે. પાછો સુતા સુતા પણ સ્વીટ ડ્રીમનું પૂછડું છોડતો નથી.આવા લોકો મોબાઈલના બંધાણી થઇ ગયા હોય છે. ઘણાં લોકો તો પોતાની દિનચર્યા પણ ફેસબુકમાં શેર કરવા લાગ્યા છે. ફીલિંગ હંગ્રી અને ફીલિંગ નોટ વેલ એવું લખીને દુનિયાને પોતાના વેવલાંવેડાનો પરિચય આપતા જ રહે છે. આવા લોકોએ હવે ટોઇલેટમાં જઈને સેલ્ફી પોસ્ટ કરવાનું જ બાકી રાખ્યું છે. કેટલાક હરખઘેલાઆે પોતાના સ્ટેટસ પણ ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે એવા રાખતા હોય છે પછી ભલે ને લીટર પેટ્રાેલના પણ ઘટતા હોય !! વોટ્સએપ અને ફેસબુક જેમ માહિતીઆેનો ભંડાર છે તેમ મનોરંજનનું સાધન પણ છે. વિશ્વભરમાં આ પ્રકારની એપનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ભારતમાં જે રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે તે અદભુત અને અવર્ણનીય છે. ઘરે લગવાનું દૂધ દેવા આવતો ભૈયો પણ મેસેજ કરીને રજા રાખી દે છે તો શાકભાજીવાળી પણ વોટ્સએપ ઉપર શાકના આેર્ડર નાેંધે છે. અરે, સવારનો નાસ્તો હોય કે બપોરની દવા, સાંજની મસ્તી હોય કે રાતની ધમાલ બધા જ પ્રકારના બુકીગ વોટ્સએપ ઉપર લેવામાં આવે છે. આ બધુ હાનિકારક નથી પણ qક્રમિનલ દ્વારા આ બધી મેસેજિંગ એપનો ઉપયોગ થવા લાગતા સમસ્યા ઉભી થઇ છે. અત્યારે જે હોટ ટોપિક છે તે અફવાનો છે. અફવાને કોઈ સરનામાં હોતા નથી અને તે ભલભલાને દોડતા કરી દે છે.હમણાં હમણાં દેશમાં બાળકીને ઉઠાવી જવાની અને તેની સાથે દૂષ્કર્મ કરવાની ઘટનાઆે વધી ગઈ છે ત્યારે તેને લગતી અફવાઆેનું બજાર પણ ગરમ છે અને તેને કારણે કેટલાક લોકોના જીવ પણ ગયા છે. જેમ ભૂતકાળમાં લોકોના પર્સનલ ડેટા લીક થયો ત્યારે ફેસબુક ઉપર માછલાં ધોવાયા હતા અને હવે લોકોના જીવ જવા લાગતા વોટ્સએપની ટીકા થઇ રહી છે. સોિશ્યલ મીડિયા ઉપર વહેતા થતા ફેક ન્યુઝની..પોતાના પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ (નકલી સમાચારો) અને અફવાઆેનો ફેલાવો થવાની સમસ્યાનો સામનો કરવા માટે વોટ્સએપ દ્વારા પ્રત્યેક રિસર્ચ પ્રસ્તાવ દીઠ રુ. 34 લાખ સુધીની રકમના રિસર્ચ એવોડ્ર્સની જાહેરાત કરી છે. ફેસબુકની માલિકીની વોટ્સએપ પર ફેક ન્યૂઝ અને અફવાઆેનો ફેલાવો થવાને કારણે દેશમાં ટોળા દ્વારા હિંસાના બનાવો બની રહ્યા હોવાથી ભારત સરકારે આપેલી ચેતવણીને પગલે વોટ્સએપે આ મુજબની જાહેરાત કરી છે. તેણે આ સમસ્યાનો સામનો કરવામાં ભારતીય નિષ્ણાતોની મદદ પણ માગી છે.ભારતમાં વોટ્સએપ મારફત ખોટા સમાચાર દાવાનળની જેમ શા માટે ફેલાવવામાં આવે છે તે શોધી કાઢવા માટેના સંશોધન માટે પોતે પૈસા આપશે એવું વોટ્સએપે કહ્યું છે.વોટ્સએપ રિસર્ચ એવોડ્ર્સ માટે ઈનામની ધરખમ રકમ રાખવામાં આવી છે. પ્રત્યેક રિસર્ચ પ્રસ્તાવ 50 હજાર ડોલર સુધીની ઈનામી રકમ રાખી છે. વોટ્સએપ એ જાણવા માંગે છે કે, ભારતમાં લોકો ગેરમાહિતીનો ફેલાવો કરવા માટે આેનલાઈન પ્લેટફોમ્ર્સનો કઈ રીતે ઉપયોગ કરતા હોય છે. સ્થાનિક સંશોધકો-નિષ્ણાતો પોતાને મદદરુપ થઈ શકશે એવું વોટ્સએપનું માનવું છે.હવે જોવાનું રહે છે કે, સરકારી ચીમકી અને વોટ્સએપના પગલાં કારગત નીવડે છે કે નહિ..લોકોએ પણ આ બધી એપનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ.

Comments

comments

VOTING POLL