વોટ્સએપ સહિતની સોશિયલ મીડિયા એપ્સ બ્લોક કરવાની પધ્ધતી શોધવા સરકારની મથામણ

August 7, 2018 at 10:39 am


દૂરસંચાર વિભાગ (ડીઆેટી) ફેક ન્યૂઝ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર અંકુશ માટે ફેસબૂક, વોટ્સએપ, ટેલીગ્રામ અને ઈન્સ્ટાગ્રામ જેવી લોકપ્રિય સોશિયલ મીડિયા એપ્સ બ્લોક કરવાની રીતો પર વિચાર કરી રહી છે. તેણે ટેલિકોમ કંપનીઆે અને ઈન્ટરનેટ સવિર્સ પ્રાેવાઈડર્સ (આઈએસપી)થી તેના માટે મંતવ્યો મંગાવ્યા છે. આ વિષયમાં જાણકાર સૂત્રોએ જણાવ્યું છે કે, દૂરસંચાર વિભાગ ફેક ન્યૂઝ સહિત આ મામલા પર દુનિયાની મોટી સોશિયલ મીડિયા કંપનીઆે સાથે પણ વાત ચાલી રહી છે.

ફેક ન્યૂઝના કારણે હાલમાં મોબ લિિન્ચંગ ઘણી ઘટનાઆે બની છે અને તેને લઈને સરકારે સુપ્રીમ કોર્ટની નિંદાનો સામનો કરવો પડéાે છે. 2019 લોકસભા ચૂંટણીમાં ફેક ન્યૂઝ દ્વારા પ્રભાવિત કરવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ બધાની વચ્ચે દૂરસંચાર વિભાગે આ પહેલ શરુ કરી છે. આ બાબતે તેમણે 18 જુલાઈએ લખેલા એક લેટરમાં જણાવ્યું હતું કે, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલીગ્રામ જેવી મોબાઈલ એપ્સ ઈન્ટરનેટ પર કઈ રીતે બ્લોક કરી શકાય છે. આપને તેના સંભવિત વિકલ્પ જણાવવા માટે વિનંતિ કરવામાં આવી રહી છે.

આ લેટર ભારતી એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન ઈન્ડિયા, આઈડિયા સેલ્યુલર સિવાય ટેલીકોમ અને આઈએસપી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી સંસ્થાઆેને મોકલવામાં આવ્યો છે. આ એપ્સને જો બ્લોક કરવામાં આવે છે તો તે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 69એ હેઠળ કરવામાં આવશે. આ કાયદામાં કમ્પ્યુટર એિપ્લકેશન દ્વારા આપવામાં આવતી ઈન્ફોર્મેશનને બ્લોક કરવાનો નિર્દેશ આેથોરિટીઝને આપવામાં આવ્યો છે. ઈન્ડસ્ટ્રીથી આવી એપ મામલે સલાહ માગવા માટે વિભાગ તરફથી બીજી ચિઠ્ઠી મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યું છે કે ડીઆેટીએ આ પ્રકારની બીજી ચિઠ્ઠી 28મી જને મોકલી હતી અને તે પછી 3 આેગસ્ટે રિમાઈન્ડર મોકલ્યું હતું. હજુ સુધી કંપનીઆે અને ઈન્ડસ્ટ્રી એસોસિએશને દૂરસંચાર વિભાગની ચિઠ્ઠીનો જવાબ આપ્યો નથી.

સરકાર હાલમાં ફેસબૂકના માલિકીના હકવાળા વોટ્સએપને ફેક ન્યૂઝ પર અંકુશ માટે લેટર લખ્યો હતો. આ પછી ફેસબૂકે ફોરવર્ડની સંખ્યા નિિશ્ચત કરવા અને ન્યૂઝપેપર એડ દ્વારા જાગૃતિ વધારવાની કોશિશ કરી છે. જોકે, આઈટી મિનિસ્ટ્રીનું માનવું છે કે આટલા પગલા યોગ્ય નથી. એક અધિકારીએ જણાવ્યું કે વોટ્સએપે આ પ્રકારની પોસ્ટ ક્યાંથી શરુ થઈ તે અંગેની વાત જણાવી નથી. સાથે જ તેણે યુઝર્સ માટે એન્ડ-ટુ-એન્ડ ઈનqક્રપ્શનના કમિટમેન્ટને યથાવત રાખ્યું છે. અધિકારીઆેનું કહેવું છે કે, એવામાં સરકાર પાસે શું રસ્તો બચ્યો છે. શું અમે ઈન્ટરનેટ બંધ કરી દઈએ/આ તો આ મામલાનું નિરાકરણ નથી. માટે દૂરસંચાર વિભાગ તેને બ્લોક કરવા પર વિચાર કરી રહ્યું છે.

Comments

comments