વોડાફોન આઈડિયા રૂા.25,000 કરોડનો રાઈટ્સ ઈશ્યૂ લાવશે

January 24, 2019 at 10:42 am


વોડાફોન આઈડિયાએ ભારતી એરટેલ અને જિયોની સ્પર્ધાને પહાેંચી વળવા 4જી નેટવર્કના વિસ્તરણ માટે રૂા.25,000 કરોડના રાઈટ્સ ઈશ્éૂની યોજના તૈયાર કરી છે. વોડાફોન આઈડિયાના પ્રમોટર શેરધારકો બ્રિટનના વોડાફોન ગ્રુપ અને આદિત્ય બિરલા ગ્રુપ રાઈટ્સ ઈશ્યૂના ભાગરૂપે અનુક્રમે રૂા.11,000 કરોડ અને રૂા.7,250 કરોડ સુધીનું રોકાણ કરશે.

પ્રમોટર્સે જણાવ્યું છે કે, રાઈટ્સ ઈશ્યૂ સંપૂર્ણ નહી ભરાય તો દરેક પ્રમોટર શેરધારક કાયદા મુજબ નહી ભરાયેલા હિસ્સાની આંશિક કે સંપૂર્ણ રકમ સબસ્ક્રાઈબ કરવાનો અધિકાર ધરાવે છે. બ્રિટનની વોડાફોન અત્યારે વોડાફોન આઈડિયામાં 45.2 ટકા અને આદિત્ય બિરલા ગ્રુપ સંયુકત કંપનીના 26 ટકા હિસ્સો ધરાવે છે. ગયા નવેમ્બર મહિનામાં વોડાફોન આઈડિયાને બેલેન્સશીટને સુદ્રઢ બનાવવા તેમજ ભાવિ મૂડી વિસ્તરણ માટે ઈક્વિટી દ્વારા રૂા.25,000 કરોડ એકત્ર કરવાની યોજના જાહેર કરી હતી. એ વખતે તેમણે ટ્રાન્ઝેકશન જાન્યુઆરી-માર્ચ 2019માં પૂરો થવાનો અંદાજ હતો.

Comments

comments

VOTING POLL