વોડા આઇડિયા, એરટેલના ટેરિફમાં આજે મધરાતથી 42 ટકાનો વધારો

December 2, 2019 at 11:27 am


Spread the love

ટેલિકોમ કંપનીઆેએ ડિસેમ્બરની શરૂઆત સાથે જ ટેલિકોમ દરમાં વૃધ્ધિની જાહેરાત કરી છે. ભારતી એરટેલ અનો વોડાફોન આઈડિયા 3 ડિસેમ્બરથી પ્રિ-પેઈડ ગ્રાહકોના કોલ અને ડેટા પ્લાન ચાર્જિસમાં વધારો કરશે. રિલાયન્સ જિયો પણ 6 ડિસેમ્બરથી ભાવમાં 40 ટકા સુધીનો વધારો કરશે. ભારતી એરટેલે જણાવ્યું હતું કે, કંપનીએ આજે મોબાઈલ ગ્રાહકો માટે ફેરફાર સાથેના ટેરિફ પ્લાન જાહેર કર્યા છે.
ભારતી એરટેલે નવા પ્લાન્સ પણ જાહેર કર્યા છે, જે એરટેલના પ્રિ-પેઈડ ગ્રાહકોના હાલના અનલિમિટેડ પ્લાનના દરની તુલનામાં 42 ટકા સુધી માેંઘા થશે. એરટલે જણાવ્યું હતું કે, કંપનીના નવા પ્લાનનો ભાવ દૈનિક માત્ર 50 પૈસા વધીને રૂા.2.85 થયો છે. જો કે, તેમાં પુષ્કળ ડેટા અને કોલિંગના લાભ છે. એરટેલે જણાવ્યા અનુસાર કંપની એરટેલ થેન્કસ પ્લેટફોર્મના ભાગરૂપે એકસકલુઝિવ લાભ આપશે. રિલાયન્સ જિયોએ પણ 6 ડિસેમ્બરથી 40 ટકા સુધીના ભાવ વધારાની જાહેરાત કરી છે. કંપની આેલ-ઈન-વન (એઆઈઆે) પ્લાન્સ લોન્ચ કરશે જેમાં ભાવવધારા સાથે 300 ટકા વધુ લાભ મળશે. વોડાફોન આઈડિયાએ પણ 3 ડિસેમ્બરથી પ્રિ-પેઈડ ગ્રાહકો માટે કોલ અને ડેટા ચાર્જિસમાં 42 ટકા સુધીનો વધારો કર્યો છે. ઉપરાંત વોડાફોન આઈડિયા અન્ય આેપરેટર્સના નેટવર્ક પર કરાતાં કોલ માટે પ્રતિ મિનિટ છ પૈસાનો ચાર્જ વસુલશે. કંપનીએ જણાવ્યું હતું કે. વોડાફોનના નવા પ્લાન 3 ડિસેમ્બરથી કેટેગરીમાં બે દિવસ, 28 દિવસ, 84 દિવસ અને 365 દિવસની વેલિડીટીના નવા પ્લાન જાહેર કર્યા છે જેનો ભાવ વર્તમાન પ્લાન્સની તુલનામાં 41.2 ટકા વધુ છે. વોડાફોન આઈડિયાએ માત્ર અનલિમિટેડ મોબાઈલ અને ડેટા સવિર્સીસ આેફર કરતાં પ્લાનના ભાવમાં વધારો કર્યો છે અને કેટલાક નવા પ્લાન્સ લોન્ચ કર્યા છે. કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે, 3 ડિસેમ્બરથી અનલિમિટેડ કેટેગરીના વર્તમાન પ્લાન્સનું સ્થાન નવા પ્લાન્સ લેશે. નવા પ્લાન્સ બજારના પ્રતિસાદના આધારે દાખલ કરાશે તેમાં ફેરફાર કરવામાં આવશે. વોડાફોન આઈડિયાએ ટેરિફમાં સૌથી વધુ 41.2 ટકા વૃધ્ધિ વાર્ષિક અનલિમિટેડ કેટેગરી પ્લાનમાં કરી છે જેને લીધે આ પ્લાનનો ભાવ રૂા.1,699થી વધી રૂા.2,399 થશે. અનલિમિટેડ કેટેગરીમાં 84 દિવસની વેલિડીટી અને દૈનિક 1.5 જીબીના પ્લાનનો ભાવ રૂા.458થી 31 ટકા વધારી રૂા.599 કરાયો છે.