વોડા-આઈડિયાના રોજ વન જીબીના પ્લાનો બંધ

December 4, 2019 at 8:22 pm


Spread the love

એરટેલ અને વોડાફોન-આઇડિયાના નવા પ્રિપેઇડ પ્લાન ત્રીજી ડિસેમ્બરથી અમલી કરી દેવામાં આવ્યા છે. બંને કંપનીઓએ પોતાના પ્રિપેઇડ પ્લાન મોંઘા કરી દીધા છે. સાથે સાથે કેટલાક નવા પ્લાન પણ રજૂ કરી દીધા છે. હવે અન્ય નેટવર્ક ઉપર અનલિમિટેડ કોલિંગની જગ્યાએ એફયુપી નક્કી કરવામાં આવ્યા છે. સૌથી ખાસ બાબત એ છે કે, પ્લાનમાં સુધારાની સાથે સાથે બંને કંપનીઓએ હવે દરરોજના વન જીબી ડેટાવાળા પ્લાન અનલિમિટેડ પેક બંધ કરી દીધા છે. આનો મતલબ એ થયો કે, બંને કંપનીઓના ગ્રાહકોની પાસે વન જીબી ડેટાવાળા કોઇપણ અનલિમિટેડ પ્લાનના વિકલ્પ નથી. કંપનીના સૌથી સસ્તા અનલિમિટેડ પ્લાન ૧૪૮ રૂપિયાના છે જેમાં ૨૮ દિવસના વેલિડિટી કુલ બે જીબી ટેડા મળશે. એરટેલની જેમ જ વોડાફોનની પાસે પણ કોઇ અનિલિમિટેડ પેક નથી. જેમાં યુઝર્સને રોજ વન જીબી ડેટા મળશે નહીં.