વોર્ડ નં.૧૫માં વરસાદી પાણીના નિકાલની કુંડીઓમાં ગંદકીના ગંજ: મનપામાં ફરિયાદ

April 20, 2019 at 4:41 pm


રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૫માં કોઠારિયા રિંગરોડ પર ખોખડદડી નદીના પુલ પાસે સંસ્કાર સોસાયટીની સામે આવેલી કાંતિનગર સોસાયટીના શેરી નં.૧ સહિતની શેરીઓમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપ ગટરની કુંડીઓમાં ગંદકીના ગજં ખડકાયેલા હોય આ અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વધુમાં કમિશનરને કરાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઉપરોકત સોસાયટીની શેરીઓમાં વરસાદી પાણી ભરાતું હોય તેના નિકાલ માટે પાઈપ ગટર નાખવામાં આવી હતી પરંતુ હવે પાઈપ ગટરની અંદર તેમજ પાઈપ ગટરના મેનહોલ પાસે ગંદકીના ગજં ખડકાઈ ગયા છે. આ અંગે સર્વે કરાવી તાત્કાલિક સફાઈ કરાવવા માગણી કરવામાં આવી છે. આ અંગે મહાપાલિકાના કોલ સેન્ટરમાં ફરિયાદ કરવા છતાં હજુ સુધી પ્રશ્ન ઉકેલાયો નથી. તાકિદે યોગ્ય કરવા માગણી કરાઈ છે

Comments

comments