વોર્ડ નં. 1 ના એકડે એક બાપુ વિસ્તારમાં લોકભાગીદારી અંર્તગત રૂા. 3.ર1 લાખના ખર્ચે સી.સી.ચોકનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા

August 30, 2018 at 11:18 am


જામનગર મહાનગરપાલીકામાં સમાવેશ થયેલા વિસ્તારો પ્રાથમીક સુવિધાથી વંચીત ન રહે તે માટે જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા) દ્વારા સતત વિકાસના કામોને વેગ આપવામાં આવી રહયો છે. ત્યારે વોર્ડનં.1ના એક ડે એક બાપુ વિસ્તાર, ગુલઝારે હુશેની ચોકમાં પણ રસ્તાની સુવિધા ન હોય ત્યારે આ વિસ્તારના રહેવાસીઆેના રસ્તાના પ્રïનને લઈને જામનગર 78ના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા લોક ભાગીદારીનો અભિગમ હાથ ધરાયો એક ડે એક બાપુ વિસ્તારમાં લોક ભાગીદારી અંર્તગત રૂા.3.ર1 લાખ લાખના ખર્ચે સી.સી.ચોકનું નિમાર્ણ હાથ ધરાયું હતું. વોર્ડનં.1ના એક ડે એક બાપુ વિસ્તાર, ગુલઝારે હુશેની ચોકમાં ખાતમુહુર્ત કરતાં ધારાસભ્ય હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે શહેરીજનોને રોડ, પાણી, લાઈટ અને સફાઈ મળી રહે એ મારી પ્રાથમીક ફરજ છે ત્યારે આ વિસ્તારમાં પણ આગામી સમયમાં મહાનગરપાલીકા દ્રારા પ્રાથમીક સુવિધા પ્રાપ્ત થાય એ મારો મુખ્ય અભીગમ છે. આ વિસ્તારના રહેવાસીઆેએ સી.સી.રોડના કામ માટે ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય હકુભા જાડેજાનો આભાર માન્યાે હતોે.

આ તકે વોર્ડ નં. 1માં એક ડે એક બાપુ વિસ્તાર, ગુલઝારે હુશેની ચોકમાં ખાતમુર્હત પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા), મેયરશ્રી હસમુખભાઈ જેઠવા, સ્ટે.ચેરમેનશ્રી સુભાષભાઈ જાેશી, કોર્પોરેટર હુશેનાબેન સંઘાર, અનવરભાઈ સંઘાર, સૈયદ હસનબાપુ કાદરબાપુ સિરાઝી, અલીબાપુ, અલ્લારખાભાઈ, સિદિકભાઈ ગંઢાર, હનીફભાઈ પાનવાલા, નુરાભાઈ નોતીયાર, જેન્તીભાઈ પ્રજાપતી, ઘનશ્યામસિંહ જાડેજા, જાની વિનય અને દિનેશભાઈ માલધારી સહિત તમામ આગેવાનો અને કાર્યકરો ઉપિસ્થત રહ્યા હતા.

Comments

comments

VOTING POLL