વોર્ડ નં.11માં 11 ભૂતિયા નળ જોડાણ કટ

October 11, 2018 at 3:44 pm


રાજકોટ શહેરની પ્રવર્તમાન પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખી શહેરમાં પાણી ચોરીની પ્રવૃિત્ત અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ભૂતિયા નળ જોડાણ શોધી જરુરી કાર્યવાહી કરવા ચેકિંગ ઝુંબેશનો ચલાવવામાં આવી રહી છે, જેમાં આજે તા.11-10-2018ના રોજગુરુવારે શહેરના વોર્ડ નં.11માં આવેલા પંચશીલ સોસાયટીમાંથી રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. પંચશીલ સોસાયટીના લોકોની ફરિયાદ આવતા રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો, સર્વે દરમ્યાન પંચશીલ સોસાયટી શેરી નં.1 માંથી ચાર અન અધિકૃત નળ કનેક્શન અને પંચશીલ સોસાયટી શેરી નં.2 માંથી સાત અન અધિકૃત નળ કનેક્શન જોડાણો કપાત કરવામાં આવ્યા હતાં. ઉપરોક્ત કામગીરી વેસ્ટ ઝોનના ડે. એન્જીનીયર એમ. બી. ગાવિત, આસી. એન્જી. જયેશ ગોહેલ અને સંજય ટાંક તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL