વોર્ડ નં.13માં પેટાચૂંટણીના પડઘમઃ મતદાર યાદીનો ડ્રાફટ તૈયાર

November 28, 2018 at 4:25 pm


રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.13ના કાેંગ્રેસી કોર્પોરેટર નીતીન રામાણીએ રાજીનામુ આપતા ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંટણીની તૈયારીઆે શરૂ થઈ ગઈ છે. દરમિયાન તાજેતરમાં મતદાર યાદીનો ડ્રાફટ પણ તૈયાર કરી દીધો છે અને 1-1-2018ની સ્થિતિએ તૈયાર કરવામાં આવેલી મતદાર યાદીનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રાફટ આજરોજ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
વિશેષમાં મહાપાલિકાના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.13ની મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવા કે સુધારા-વધારા કરવા ઈચ્છતા મતદારો (1) વોર્ડ આેફિસ વોર્ડ નં.13-એ, કૃષ્ણનગર મેઈન રોડ, ગુરૂપ્રસાદ ચોક (2) સિટી સિવિક સેન્ટર, સેન્ટ્રલ ઝોન કચેરી, ઢેબરભાઈ રોડ, રાજકોટ (3) ચૂંટણી શાખા રૂમ નં.11 ત્રીજો માળ, ડો. આંબેડકરભવન, ઢેબર રોડ સહિતના સ્થળોએ પોતાના નામની ખરાઈ કરી શકશે.

Comments

comments

VOTING POLL