વોર્ડ નં. 5 નાં તકીયા પાડાની નર્ગાકાર હાલતઃ ભયંકર રોગચાળાની દહેશત…!!

May 26, 2018 at 11:12 am


Spread the love

ભાણવડ નગરપાલિકાના અંધેર વહિવટ અને સતાધીશોના સંવેદનહીન વલણને કારણે સમગ્ર ભાણવડ શહેરની પ્રજા પારાવાર હાલાકી ભોગવી રહી છે અને લોકોની પ્રાથમિક સુવિધાઆે તેમજ સુખાકારી સંદર્ભે બિલકુલ બેફીકરાઇ ભર્યુ વર્તન અપનાવી રહી હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. ભાણવડ પાલિકાના વોર્ડ નં.5ના તકીયા પાડા વિસ્તારની હાલત છેલ્લા કેટલાય સમયથી અત્યંત બદતર થઇ ગઇ છે, લઘુમતિ મેજોરીટીવાળા આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી લોકોના ઘરોમાં ઉથલા મારીને ઘુસી જઇ રહ્યા છે અને ઘરોના ફળીયામાં ગોઠણ સુધી આ ગંદ પાણી ભરાઇ જાય છે એક તરફ પાક અને પવિત્ર રમજાન માસ ચાલી રહ્યાે હોઇ ઘરના સદસ્યોને આ ગંદા પાણી ઉલેચી ઉલેચીને બહાર કાઢવા પડે છે, ભૂગર્ભ ગટરની ઢંગધડા વગરની કામગીરીને કારણે ટાંકીઆેમાંથી આગળ ધપતા ન હોઇ હાઉસ કનેકશનોની ટાંકીઆે ભરાઇ ગયા બાદ ઉથલા મારી પાણી રિવર્સ આવે છે ત્યારે નગરપાલિકાના પંપથી હાલ ભૂગર્ભ ગટરોની ટાંકીઆેમાંથી પાણી ખેંચી દેવામાં આવે છે જે માટે આ વિસ્તારના લોકો પાલિકામાં રજૂઆતો કરવા ગયા તો એમ કહેવામાં આવ્યું કે, પંપ ખરાબ થઇ ગયા હોઇ રિપેરીગ થયા બાદ કુંડીઆેના પાણી ખેંચાશે ત્યાં સુધી રાહ જુઆે ! ત્યારે આ વિસ્તારના કાેંગ્રેસી સદસ્યાએ જણાવ્યા મુજબ પાલિકાના સતાધીશો તેમજ પદાધિકારીઆે કોઇનું સાંભળતા જ નથી.

આમ પ્રજાની યાતનાની સહેજમાત્ર પણ દરકાર નથી, જો આ વિસ્તારમાં તાત્કાલીક આ પ્રñનું નિરાકરણ નહી થાય તો આ ભૂગર્ભ ગટરની ગટરોના ગંદા પાણી ભયંકર રોગચાળો ફેલાવશે, આ ઉપરાંત અહી કરવામાં આવેલા પેવરબ્લોકના કામ બાદ ગટરો બ્લોક થઇ ગઇ હોય ગટરોના પાણીથી રસ્તાઆે પર રેલમછેલમ થાય છે, જેમાં ઘાંચી શેરીના લોકોના ઘરોમાં ગટરોના પાણી ઘૂસે છે જે અંગે પાલિકામાં અનેક રજૂઆતો બાદ પણ કોઇ સાંભળતું નથી જયારે-જયારે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે તો આ વિસ્તારમંથી પગપાળા નિકળી ન શકાય એ હદે ગટરોના પાણી ભરાય છે કેટલાક ઘરોના લોકોને તો ડેલી બહાર નિકળવું પણ મુશ્કેલ થઇ પડે એ હદે પાણી ભરાઇ જાય છે. પવિત્ર રમજાન માસ ચાલી રહ્યાે હોવા છતાં આ વિસ્તારની મહિલાઆેને ગટરોના પાણીની સાફસફાઇ કરવી પડતી હોઇ રોજા રાખવા કે અલ્લાહની બંદગી કેમ કરવી એ સવાલ થઇ પડયો છે, આ વિસ્તારની મહિલાઆે પાલિકા વિરૂધ્ધ રીતસર મોરચો માંડવાના મુડમાં છે.

આ જ વિસ્તારની સહકારી મંડળી સામેની એક શેરી જે આઝાદ ચોકને મળે છે તે શેરી સીસી રોડ કરવા માટે છેલ્લા બે માસથી ખોદી મુકવામાં આવી છે અને આ શેરીના લોકોએ પાલિકામાં બે વખત જઇ રજૂઆત કરી પરંતુ તેમને બંને વખત આઠ-આઠ દિવસની જવાબદાર અધિકારીઆેએ મહોલત આપ્યા બાદ એક-એક માસ થઇ ગયા બાદ કામ પૂર્ણ કરાવેલ નથી. આ શેરીમાં રહેતા લોકોને શંકા છે કે, જો ચોમાસા પહેલા આ શેરીમાં સીસી રોડનું કામ કરવામાં આવ્યું તો હિજરત કરવાની નોબત આવશે, એક તો એકદમ સાંકડી શેરી ઉપરથી ખોદાણ કરી નખાતા લોકો માટે આવવું જવું મુશ્કેલ થઇ પડયું છે, ખાસ કરીને નાના બાળકો તેમજ વયોવૃધ્ધ લોકો માટે તો સહેજ ચુંક થઇ કે આવી જ બંને એવી હાલત છે. આ વિસ્તારના લોકોના જણાવ્éા મુજબ મુજબ વોર્ડ નં.5ની ચાર સીટ પૈકી ત્રણ પર કાેંગ્રેસના સદસ્યો ચૂંટાયા હોઇ સતાપક્ષ ભાજપ દ્વારા જાણી જોઇને કિન્નાખોરી ભર્યુ વર્તન કરવામાં આવી રહ્યું છે જો કે, જે રીતે આ વિસ્તારની પ્રજા તેમાં પણ મહિલા વર્ગમાં જે રીતે રોષ ભભૂકી રહ્યાે છે, તે જોતા ટુંક સમયમાં જો આ તમામ હાલાકીનો હલ કરવામાં નહી આવ્યો તો સતાધીશો તેમજ પાલિકાના પદાધિકારીઆે માટે જોવા જેવી થઇ પડશે એવું લાગી રહ્યું છે.