વ્યિક્તગત પિબ્લસિટીમાં માનતા નેતાઆેને લાલબત્તી

February 11, 2019 at 9:45 am


સુપ્રીમ કોર્ટે દલીત નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીને તેમણે ખર્ચેલા નાણાં પરત સરકારી તિજોરીમાં જમા કરાવી દેવા આદેશ આપીને આવા ખર્ચ કરી રહેલા નેતાઆેને લાલબત્તી બતાવી છે. માયાવતી જ્યારે સત્તા પર હતા ત્યારે 2007થી 2012 વચ્ચે તેમણે પક્ષના સિમ્બોલ- હાથીના વિશાળ પૂતળાઆે બનાવીને મુકાવ્યા હતાં. એટલું જ નહી તેમણે પોતાની પણ મોટી મોટી પ્રતિમાઆે મુકાવી હતી અને એની પાછળ રૂા. 2600 કરોડનું આંધણ કર્યું હતું. માયાવતીએ આ જાહેર ભંડોળ- પ્રજાના પૈસાનો આડેધડ ખર્ચ કરીને હાથી અને પોતાની પ્રતિમાઆે મુકાવા ઉપરાંત તેમનાં રાજકીય મેન્ટોર કાંશી રામના પણ પૂતળાં બનાવ્યા છે. માયાવતીએ આ સ્મારકો ઊભા કરવા માટે લોકોના નાણાંનો જે દુરુપયોગ કર્યો એની સામે સંખ્યાબંધ પિટિશનો થઈ હતી.

રૂા. 2600 કરોડના ખર્ચમાંથી કેટલી રકમ ચાંઉ થઈ ગઈ હશે એ તો રામ જાણે, પરંતુ આનંદ એ વાતનો છે કે સુપ્રીમ કોર્ટે માયાવતીને રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાનું કહ્યું. અલબત્ત, હવે પછીની કોર્ટની તારીખ બીજી એપ્રિલ છે ત્યારે કોર્ટ સરકારી તિજોરીમાં ભરવા માટેનો આંકડો જણાવશે.બીએસપીએ કોર્ટ સમક્ષ મેમાં ચૂંટણી પછીની તારીખ આપવાની વિનંતી કરી જોઈ હતી, પરંતુ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સાફ શબ્દોમાં ઈનકાર કરી દેતા કહ્યું કે જે શક્ય નથી એ અમારી પાસે ન કરાવો.

અત્યારે માયાવતીના સાથી બની ગયેલા અખિલેશ યાદવે એકવાર ત્યાં સુધી કહેલું કે માયાવતીએ પૂતળાઆે પાછળ રૂા. 40,000 કરોડ ખચ્ર્યા છે. વિપક્ષની પાટલી પર બેઠેલા કાેંગ્રેસ પક્ષે પણ એવો આક્ષેપ કર્યો હતો કે માયાવતીએ પોતાના તો ઠીક તેમના કુટુંબીજનોના પણ પૂતળાઆે મુકાવરાવવાની યોજના ઘડી હતી. હવે વિચાર કરો આ બધાની પ્રતિમાઆે પણ જાહેર બાગ- બગીચાઆે કે ચોરાહા કે અન્ય જાહેર સ્થળોએ મૂકવા માટે બીજા કેટલા નાણાંનો ધુમાડો માયાવતીએ કર્યો હોત, અને કેટલાં નાણાંની ગોલમાલ થઈ હોત.

માયાવતી સામેની પિટિશનોને પગલે ઈન્ડિયન પિનલ કોડ અને પ્રિવેન્શન આૅફ કોરપ્શન (પીસીએ) હેઠળ સ્મારકના બાંધકામમાં આર્થિક ગોલમાલના આરોપ સાથે વિજિલન્સ કમ્પ્લેઈન નાેંધાઈ હતી. હવે માયાવતીને ગજરાજ અને પોતાના પૂતળાં મૂકવાનું ભારે પડી રહ્યું છે. હવે પછીની સુનાવણીમાં સરકારી તિજોરીમાં ભરવાનો આંકડો સાંભળીને હાથી તો ગાંડો થતો થશે, પરંતુ માયાવતીની કૂકરી જરુર ગાંડી થઈ જશે.

Comments

comments

VOTING POLL