વ્હોટસએપ પર ચૂંટણીલક્ષી ખોટી માહિતી ફેલાવનારના નંબર બ્લોક કરવાનું શરૂ

April 14, 2019 at 11:44 am


વ્હોટસએપે ચૂંટણી પંચનાં આદેશ અનુસાર એ મોબાઈલ નંબર્સને બ્લોક કરવાનું શ કરી દીધું છે, જે ચૂંટણી સંબંધિત ખોટી માહિતી અથવા આપત્તિજનક કન્ટેંટ ફેલાવી રહ્યા છે. આ ક્રમમાં પહેલો વ્હોટસએપ નંબર ૧૧ એપ્રિલનાં રોજ મતદાનની પહેલા ડિએકિટવેટ કરવામાં આવ્યો હતો. ભારતીય ચૂંટણી પચં સાથે થયેલી વાત–ચીતમાં વ્હોટસએપે કહ્યું કે, પોલ પેનલ દ્રારા વાંધાજનક સામગ્રી અથવા સમાચારોનાં સ્ક્રીનશોટ શેર કરવા પર અમે એવા ફોન નંબર પર ચેટ સર્વિસ બ્લોક અથવા ડિસેબલ કરી દઇએ છીએ.

ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે વ્હોટસએપની કાર્યવાહી ઉપરાંત ૫૦૦ ફેસબૂક પોસ્ટ, લિંક અને ટિટરની ૨ પોસ્ટ મતદાનનાં પહેલા ચરણથી ૪૮ કલાક પહેલાની સમય સીમામાં હટાવી લેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા કંપનીઓએ હાલમાંજ વાંધાજનક કોન્ટેંટને ડીલીટ અને રાજકીય વિજ્ઞાપનમાં પારદર્શિતા લાવવા માટે એક સ્વેચ્છિક નિયમો પાળવાની સહમતિ દર્શાવી હતી. ત્યારબાદ સૌથી મોટી ચિંતા તેને લઇને હતી કે આખરે વ્હોટસએપ પર આ નિયમ કઇ રીતે લાગુ કરવામાં આવે, કેમ કે ફેસબૂક અને ટિટર પર ખોટી માહિતીને લગામ લગાવવા માટે વ્હોટસએપ મેસેજ તો પરત લઇ શકાય નહીં.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી આયોગ દ્રારા મોકલવામાં આવેલા વાંધાજનક કોન્ટેંટને ફેસબૂક અને ટિટર પર તો હટાવી દેવામાં આવે છે. પરંતુ વ્હોટસએપ એન્ડ–ટૂ–એન્ડ એન્ક્રિપ્શન દ્રારા સુરક્ષિત હોય છે, જેના કારણે શેર કરવામાં આવેલા કોન્ટેંટ સુધી કંપનીઓ પહોંચી શકતી નથી. આવામાં વ્હોટસએપ પાસે આવા નંબરોને બ્લોક કરવા સિવાય કોઇ બીજો વિકલ્પ નથી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વ્હોટસએપે ગુતા જાળવી રાખવા અને ખોટી માહિતીને ફેલાતી અટવાવવા માટે ઘણા પગલા ઉઠાવ્યા છે. કંપનીએ કહ્યું છે કકે તેના અપડેટેડ વર્ઝનમાં કોઇ પણ વ્હોટસએપ ગ્રુપ એડમિન કોઇને પણ તેની પરવાનગી વગર ગ્રુપમાં એડ નહીં કરી શકે

Comments

comments