શકીલા પર ડટીૅ પિક્ચરમાં હવે રિચા ચડ્ડા જોવા મળશ

March 8, 2018 at 7:28 pm


દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સિલ્ક સ્મીતા બાદ હવે શકીલાની બાયોપિક પર ફિલ્મ બનાવવામાં આવનાર છે. આની તૈયારી શરૂ કરવામાં આવી ચુકી છે. બાેલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને સેક્સ સિમ્બાેલ તરીકે રહેલી રિચા ચડ્ડાની પસંદગી શકીલાના રોલ માટે કરવામાં આવી ચુકી છે. જો કે આ સંબંધમાં વધારે માહિતી જાહેર કરવામાં આવી હતી. અન્ય તમામ કલાકારોની પસંદગી હજુ કરવાની બાકી છે. શકીલાની બાયોપિક ફિલ્મમાં તે શકીલાની ભૂમિકા કરનાર છે. શકીલાએ સાઉથ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીઝમાં 90ના દશકમાં તમિળ, તેલુગ, મલયાલમ અને કન્નડ ભાષાની અનેક ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. રિચા ચડ્ડા આ બાયોપિક ફિલ્મમાં શકીલાના 16 વર્ષથી લઇને હજુ સુધીના રોલ અદા કરનાર છે. શકીલાએ માત્ર 16 વર્ષની વયમાં ફિલ્મમાં કામ શરૂ કર્યુ હતુ. ફિલ્મમાં તેના જીવન સફરને દશાૅવવામાં આવનાર છે. શકીલાની લાઇફ કામની દ્રિષ્ટએ સિલ્ક સ્મીતા જેવી જ રહી છે. તે એવા સમયમાં દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી હતી જ્યારપુરૂષોની બાેલબાલા હતી. શકીલાએ 20 વર્ષની વયમાં તમિળમાં બનેલવી એક સાેફ્ટ પાેનૅ ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મમાં તે સિલ્ક સ્મીતા સાથે નજરે પડી હતી. ફિલ્મના નિદેૅશક ઇન્દ્રજીત લંકેશે કહ્યાુ છે કે તે નવી ફિલ્મને લઇને ખુબ ખુશ છે. ઇન્દ્રજીતે વર્ષ 2001માં પાેતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેઆે અનેક એવોર્ડથી સન્માનિત થઇ ચુક્યા છે.
આ ફિલ્મ એપ્રિલ મહિનામાં ફ્લાેર પર જનાર છે. વર્ષ 2019ની શરૂઆતમાં ફિલ્મને રજૂ કરવાની યોજના હાલમાં તૈયાર કરવામાં આવી છે. ફિલ્મને લઇને રિચા ખાસ પ્રકારની કુશળતા વિકસાવે તેવી શક્યતા છે. શકીલાની કેરિયર પણ અનેક વિવાદમાં રહી ચુકી છે. રિચા ચડ્ડાને હવે એક પડકારરૂપ ભૂમિકા મળી ગઇ છે જેથી તે ભારે ખુશ દેખાઇ રહી છે.

Comments

comments

VOTING POLL