શરતભંગ અને હેતુફેર ઉપયોગ છતાં લીઝપટ્ટા રીન્યુ કરી આપવા મ્યુ. સભામાં ઠરાવ

August 23, 2018 at 11:09 am


રેલવે હાઉસીગ સોસાયટીને ફાળવાયેલ પ્લોટમાં શરતભંગ થતા ફોરફીટનો નિર્ણય વિચારાધીન

ભાવનગર મહાપાલિકાની સાધારણ સભા આ મહિનાના અંતિમ દીને મેયરના અધ્યક્ષસ્થાને મળશે. મ્યુ.સભામાં 11 ઠરાવ રજૂ કરી તેના પર ચર્ચા વિચારણા કરાશે. જોકે, 11 પૈકીના 3 ઠરાવ આિથર્ક સહાયના છે જે માત્ર ફોમા¯લીટી જ બની રહેશે.!
શહેરના કાળીયાબીડમાં વિરાણી સ્કૂલ પાસેના સર્કલનું ભગવાન બાહુબલી નામકરણ કરવા, ગાર્ડન વિભાગ હસ્તકના બગીચાઆેમાં અમુલ પાર્લરના રિટેલ આઉટલેટ સરદારબાગ, કૈલાસ વાટીકા ફેઝ -2 તથા જવાહર બાલવાટીકા ગાર્ડનમાં ખોલવા વાર્ષિક રુ.1.50 લાખના ભાડાથી જગ્યા ફાળવવા , ટી. પી.સ્કીમ નં 12માં ફાઇનલ પ્લોટ નં 41 તથા 42 , 53 તથા ટીપી સ્કીમ નં 2/બી ફુલસરમાં આવેલ શોપિંગ સેન્ટરના હેતુ વેચાણના પ્લોટ નં 30ને આેનલાઈન પધ્ધતિથી નિકાલ કરવા આેર્ચીડ ઇન્ફ્રાકોનનું ટેન્ડર માન્ય રાખવા નિર્ણય કરાશે.
મહાપાલિકા પાસેથી લિઝપટ્ટા પર જમીન મેળવ્યા બાદ હેતુફેર ઉપયોગ અને અન્ય શરતો , નિયમોનું ઉંંઘન આસામીઆે દ્વારા થાય છે જેના પર શાસકોના ચાર હાથ હોય એમ દંડ વસૂલી આવા કિસ્સામાં લિઝપટ્ટાે રીન્યુ કરી આપવાની મોસમ ખુલી છે. ગત મ્યુ.સભા બાદ આ સભામાં પણ આવા ત્રણ ઠરાવો છે. જેમાં મોતીતળાવ કુંભારવાડામાં અલારખભાઈ અબ્દુલભાઇ આગરિયાના નામે નાેંધાયેલ ફેકટરી પ્લોટ એફ/28/એ/2 , કુ.વાડા રેલવે ક્રાેસીગ પાસે આવેલ. જમાલભાઈ ઇસ્માઇલભાઈ આગરીયાના નામે નાેંધાયેલ પ્લોટ નં એફ/60/3/બી તથા વેજીટેબલ પાસે આવેલ. યાદવ ચંદુલાલ મગનલાલના નામે નાેંધાયેલ ફેકટરી પ્લોટ નં .એફ/12/એ નો સમાવેશ થાય છે. જયારે સરદારનગરમાં કુલ 6 પ્લોટ રેલવે કો.આે.હાઉસીગ સોસાયટીને ફાળવાયેલ પરંતુ બે વર્ષમાં મકાનો બાંધવા કબૂલાત છતાં બાંધકામ નહી થતા પ્લોટ્સ ફોરફીટ કરવા સભામાં નિર્ણય કરાશે.

Comments

comments

VOTING POLL