શરદ પવારની ફોમ્ર્યુલા અસ્વીકાર્ય ?

August 31, 2018 at 2:56 pm


જે પક્ષને વધુ બેઠક આવે તે પક્ષને વડાપ્રધાનપદ મળે તેવી શરદ પવારની ફોમ્ર્યુલા અંગે બીજા વિરોધપક્ષ તરફથી કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી તેથી એમ લાગે છે કે, હજુ મહા ગઠબંધનની રચના થઇ નથી અને લોકસભાની ચૂંટણી સુધી તેમનો સંઘ દ્વારકા પહાેંચશે કે કેમ તેવો સવાલ ઉપસ્થિત થયો છે.

લોકસભાની ચૂંટણીઆે દિવસે દિવસે ઢૂંકડી આવતી જાય છે ત્યારે શાસક અને વિરોધ પક્ષો ચૂંટણી લડવા માટેનાં શસ્ત્રાેની ધાર કાઢવા માંડéા છે. દર વખતે બાલિશ દેખાવ કરી રહેલા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કાેંગ્રેસ અત્યારે ઝાઝું કંઈ ઉકાળી શકતી નથી. કાેંગ્રેસના ધૂરંધર મનાતા વરિષ્ઠ નેતાઆે પણ ચૂપચાપ બેસીને તમાશો જોઈ રહ્યા હોય એવું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેક દિવસે વધુને વધુ સંગીન સ્થિતિ સજીર્્ રહી છે. મોદી અને અમિત શાહના વ્યૂહોની સામે વિરોધ પક્ષોએ ટકવું મુશ્કેલ છે.

બહુજન સમાજવાદી પક્ષનાં વડાં માયાવતી (બસપા) અને સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ- આ બન્ને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કાેંગ્રેસ પાસેથી વિધાનસભાની વધુ સીટોની માગણી કરી રહ્યાં છે. આ માટે તેમણે કાેંગ્રેસ સાથે રીતસર સોદાબાજી આદરી દીધી છે. તેમણે કાેંગ્રેસ પ્રમુખ રાહુલબાબાને આ સંદર્ભમાં પોતાના ખાસ માણસો મારફત વાત પહાેંચાડી દીધી છે. માયાવતીએ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઆે માટે કાેંગ્રેસને ગળે ન ઊતરે એવી એવી શરતો મૂકી છે. માયાવતી ઉત્તર પ્રદેશને છોડીને બીજાં રાજ્યોમાં સમજૂતી માટે 40 સીટ માગે છે અને વિધાનસભાની ચૂંટણીમાં સમજૂતી માટેની અલગ અલગ શરતો મૂકી છે.

લોકસભાની ચૂંટણીઆે પહેલાં જ વિરોધ પક્ષો અને એમાંય માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી અને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી કાેંગ્રેસ સાથે સીટો માટે મારામારી કરી રહી છે ત્યારે આ સંઘ કાશીએ પહાેંચશે ખરોં દરેક વિરોધ પક્ષ એકજૂટ થઈને એનડીએ સામે મોરચો ખોલી શકશે આ મોટો પ્રñ છે.

Comments

comments

VOTING POLL