શરદ પવારની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ?

May 25, 2019 at 10:50 am


વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રચંડ બહુમત સાથે ફરી એક વખત કેન્દ્રમાં સત્તા પર આવી હોવાથી હવે વડા પ્રધાનપદ મેળવવાની ઈચ્છા ધરાવનારા અનેક લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. આવા નેતાઓમાં એનસીપી સુપ્રીમો શરદ પવારનો પણ સમાવેશ થાય છે.

શરદ પવાર ઘણા લાંબા સમયથી વડા પ્રધાન બનવાની મહેચ્છા ધરાવે છે. તેઓ અનેક વખત કિંગમેકરની ભૂમિકામાં રહ્યા હતા, તો અનેક વખત ગઠબંધનના મુખ્ય સૂત્રધાર પણ રહ્યા હતા. તેમની પાર્ટી મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ફક્ત પાંચ પર વિજય મેળવવામાં સફળ થઈ હતી. ત્રણ વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા શરદ પવાર કેન્દ્રમાં કૃષિ અને સંરક્ષણ ખાતાના પ્રધાન રહી ચૂક્યા છે. સૌથી પહેલાં તેમણે 1991માં રાષ્ટ્રીય સ્તરે આવવાનો પ્રયાસ કર્યો હતો અને વડા પ્રધાનપદ મેળવવા માટે પણ પ્રયત્ન કયર્િ હતા, જોકે વડા પ્રધાનપદ તેમને બદલે પી. વી. નરસિંહા રાવને મળ્યું હતું.

શરદ પવારે કોંગ્રેસમાં હતા ત્યારે પાર્ટીના અધ્યક્ષ બનવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે સીતારામ કેસરી અધ્યક્ષ બની ગયા હતા. 1999માં તેમણે સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉપસ્થિત કરીને પોતાની પાર્ટી બનાવી હતી. ત્યારે તેમના સંબંધો કોંગ્રેસ સાથે બગડ્યા હતા, પરંતુ ચૂંટણી બાદ બંને પક્ષો ફરી સાથે આવી ગયા હતા.

2009માં ફરી એક વખત શરદ પવારે યુપીએમાં કિંગ મેકર બનવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે પણ યુપીએની સરકાર સ્પષ્ટ રીતે બની રહી હોવાથી ત્યારે પણ તેમની મનની મનમાં જ રહી ગઈ હતી. શરદ પવારના સંબંધો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ્ના અનેક નેતાઓ સાથે સારા છે. વિધાનસભાની ચૂંટણી બાદ એનસીપીએ વગર શરતે ટેકો આપવાની જાહેરાત કરી ત્યારે તેમની થોડી ટીકા પણ થઈ હતી.

અત્યારે શરદ પવાર 78 વર્ષના થઈ ગયા છે અને આગામી પાંચ વર્ષ સુધી તો રાજકીય આશાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું છે. તેમની ઉંમરને ધ્યાનમાં લેવામાં ઓ તો હવે તેમની ઈચ્છા પૂરી થાય એવું લાગતું નથી.

Comments

comments

VOTING POLL