શરીરને રાખવું છે તાજુમાજુ ? તો ઘાસ પર કરો વોક..

May 24, 2019 at 11:56 am


તંદુરસ્તીએ માનવીની સાચી સંપતિ છે. તંદુરસ્તી જાળવવા લોકો અવનવા નુસ્ખાઓ અપનાવતા હોઈ છે ત્યારે તંદુરસ્ત રહેવા માટે નિયમિત ચાલવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ જો તમે ઘાસ પર ખુલ્લા પગે ચાલો તો વધુ ફાયદો મળે છે. બગીચામાં ઘાસ પર 15 થી 20 મિનિટ ખુલ્લા પગે ચાલવાથી તમે 4 મોટા રોગોથી છૂટકારો મેળવી શકો છો.

રોજ ૧૫ થી ૨૦ મિનીટ સુધી ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી તમને ક્યારેય પગમાં સોજા નહી આવે, અનિદ્રા કંટ્રોલ થઇ શકે છે અને આંખની રોશની તેજ બને છે તેમજ નર્વસ સિસ્ટમ તંદુરસ્ત બનશે. આ તમામ રોગ એવા છે જેનું જો નિરાકરણ લાવવામાં ના આવે તો સમય જતા તે માણસ પર હાવી બની જાય છે ત્યારે જો ફક્ત ૧૫ થી ૨૦ મિનીટ ઘાસ પર ખુલ્લા પગે વોક કરવામાં આવે તો આ ચારેય રોગોનું નિરાકરણ લાવી શકાય છે.

Comments

comments

VOTING POLL