શહેરના ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં ગૃહ સુશોભનથી લઈ મુખવાસની ખરીદી કરતાં લોકો નજરે પડતાં

November 7, 2018 at 2:40 pm


અહંકાર અને અંધકારભરી આસૂરી શિક્ત પર પ્રકાશવાન દેવીશિક્તનો વિજય એટલે દીપાવલી… આજે પ્રકાશનું પર્વ દીપાવલીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાત્રે ઠેર-ઠેર આતશબાજી સાથે દિવાળીની ધામધૂમથી ઉજવણી થશે. આવતીકાલે નૂતનવર્ષ તે પૂર્વે આજે બજારોમાં છેંી ઘડીની ખરીદી જોવા મળી હતી. શહેરના ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં ગૃહ સુશોભનથી લઈ મુખવાસની ખરીદી કરતાં લોકો નજરે પડતાં હતા. તહેવારોની અંતિમ પળમાં ખરીદી જોવા મળતા વેપારીઆે પણ ખુશખુશાલ થઈ રહ્યા હતા. આવતીકાલથી છેક લાભપાંચમ સુધી ટ્રાફિકથી ધમધમતી બજારોમાં સ્વયંભૂ કર્ફયુનો માહોલ છવાઈ જશે. આજે દીપાવલીએ સવારે આસોપાલવના તોરણથી લઈ રાત્રે વસ્ત્ર પરિધાન તો કાલે નૂતનવર્ષ નિમિત્તે મહેમાનોને મીઠું મોઢું કરાવતા મુખવાસ, નાસ્તા, મીઠાઈની ખરીદી નીકળી હતી. તો બીજી તરફ ફટાકડાના શોખીનો પણ તેઆેએ મનગમતા ફટાકડા લેવા આવી પહાેંચતાં મોડીરાત સુધી આ બજારો ધમધમશે. આજે દિવાળીથી લઈ લાભપાંચમ સુધી સર્વત્ર રજાનો માહોલ છવાશે અને લોકો નસાલ મુબારકથની શુભેચ્છા આપવા સ્નેહીજનોના ઘરે જશે. આ ઉપરાંત રજાની મજા માણવા હરવા-ફરવાના સ્થળોએ ભીડ જોવા મળશે. શુક્રવારે ભાઈબીજનું પર્વ છે. બહેનના ઘરે ભાઈ ભોજન લઈ સ્નેહના સમર્પણનું આ પર્વ ઉજવાશે. ત્યારબાદ રજા બાદ લાભપાંચમથી ફરી બજારો ધમધમશે.(તસવીરઃ રાજુ વાડોલિયા)

Comments

comments

VOTING POLL