શહેરના પ્રાથમિક સુવિધા અને અણઉકેલ પ્રશ્નોના નિરાકરણ માટે જામનગર મહાનગરપાલિકાની ફરિયાદ અને સંકલન સમિતિમાં ધારાસભ્ય દ્વારા તંત્રને ટકોર

August 7, 2018 at 10:12 am


જામનગર મહાનગરપાલિકાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જામનગર ૭૮ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) દ્વારા શહેરીજનોના વિવિધ વિસ્તારોના મહાનગરપાલિકાના અણઉકેલ પ્રશ્નો ઉઠાવ્યા હતા એટલુજ નહિ ધારાસભ્ય હકુભા એ શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં મહાનગરપાલિકાનું તંત્ર વધુ જાગૃત બને તેવી ટકોર કરી હતી. આ ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં જામનગર મહાનગરપાલિકાના એનિમલ હોસ્ટેલ બનાવવાના પ્રોજેક્ટ અંગે પ્રશ્ન ઉઠાવેલ હતો, આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટબેઈઝના કર્મચારીના પગારધોરણ અંગે, વર્ષો જુના અણઉકેલ જુના રેલ્વે સ્ટેશનની જમીનના પ્રશ્ન અંગે, તેમજ પરી મોન્સુનની કેનાલની સફાઈના કામ અંગે, જામનગર મહાનગરપાલિકાની હદમાં લોકોના આરોગ્યને માટે કુલ કેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે જેમાં કેટલું આરોગ્ય કેન્દ્રનું મહેકમ મંજુર થયેલું છે અને તેમાં હાલ કેટલી જગ્યાઓ ખાલી છે તે બાબતે પ્રશ્ન ઉઠાવેલ હતો.

જામનગરના નગરસીમ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના આયોજન અંગે ધારાસભ્ય હકુભાએ પ્રશ્ન પૂછતા અધિકારીએ જણાવ્યું હતું કે, નગરસીમ વિસ્તારમાં રૂપિયા ૧૫.૦૪ કરોડના ખર્ચે ભૂગર્ભ ગટરના કામો હાલ ચાલુ છે આ ઉપરાંત જુદા-જુદા ૬ ઝોન બનાવી ભૂગર્ભ ગટરના કામોનું આયોજન પણ હાથ ધરેલ છે. જામનગર મહાનગરપાલિકાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં વોર્ડ નં ૪ના ઇન્દિરા સોસાયટી પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી આવવા અંગે તેમજ હનુમાન ટેકરી, નીલકમ સોસાયટીમાં ઓપન ગટર કે પાઈપગટર બનાવવા અંગે તેમજ વોર્ડ નં ૧૫માં નીલકંઠ સોસાયટી તેમજ ભાગ્યોદય સોસાયટી-૨માં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા પછી ભૂગર્ભના કનેકશનો શા માટે આપવામાં આવતા નથી તેવીજ રીતે વોર્ડ નં ૧૧માં કૌશલનગર લાલવાડી વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈન, ભૂગર્ભ ગટરની પાઈપલાઈનને લીધે સી.સી રોડ ચરેડા પડી ગયા છે આ ચરેડાના કામ શા માટે છ-છ માસથી કામો પુરા કરવામાં આવતા નથી. તેમજ નાઘેડી વિસ્તારમાં રહેતા લોકોને પ્રાથમિક સુવિધાઓ આપ્યા પહેલા મિલકતવેરાની નોટીસ અંગે પ્રશ્ન ઉઠાવેલ હતો. તેમજ વિભાપર ગ્રામ પંચાયત દ્વારા લોકભાગીદારીથી સી.સી બનાવવાના કામ અંગે ૧૨ લાખ જમા કરેલ હોવા છતાં આ કામ શા માટે શરુ કરતુ નથી તેવો પ્રશ્ન ઉઠાવતા અધિકારીએ જણાવ્યું હતું કે બજેટમાં જોગવાઈ ન હોય જેથી આ કામ થાય સકેલ નથી આવનારા સમયમાં આ કામ હાથ ધરવામાં આવશે તેવું જણાવેલ હતું. મહત્વની વાતતો એ હતી કે મહાનગરપાલિકાના ગાર્ડન શાખામાં કર્મચારી અંગેનો પ્રશ્ન ઉઠાવતા જેમાં ચોકાવનારો ખુલાસો એ થયો હતો કે, બાગ બગીચામાં કામ કરનારા મૂલી અનર દાળિયાઓ ઓફીસ વહીવટી વર્કમાં કામ કરતા બતાવેલ હતા. તેમજ વોર્ડ નં ૮માં સરદારનગર થી રડાર રોડ સુધીના ડી.પી. રોડનું શું આયોજન કરેલ કરેલ છે તે પ્રશ્ન પૂછતા અધિકારીએ જણાવ્યું હતું કે, ૨૪ મીટર ડી.પી. રોડ મંજુર થયેલ છે પણ હાલમાં આ રોડના કામ અંગે આયોજન કરેલ નથી તેવો જવાબ આપેલ હતો.

જામનગર મહાનગરપાલિકાની આવક વધારવા અંગેના પ્રશ્ન અંગે ધારાસભ્ય હકુભાએ વિવિધ સૂચનો સાથે માહિતી પણ વેરાની વસુલાત અંગે માહિતી માંગી હતી. જામનગર શહેરમાં સ્ટ્રીટ લાઈટોની વ્યાપક ફરિયાદો હોય તેમજ આ સ્ટ્રીટ લાઈટની ફરિયાદો નોંધાવવા અંગે પણ ટેલીફોન લાઈન વધારવા પણ જણાવ્યું હતું. તેમજ શહેરના નગરસીમ વિસ્તારમાં ૨૪ કલાક એલ.ઈ.ડી લાઈટો શા માટે ચાલુ રહે છે તે અંગે પ્રશ્ન પૂછેલ હતો. તેમજ જામનગર શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં સફાઈ માટે શું આયોજન છે તે અંગે પણ પ્રશ્ન ઉઠાવેલ હતો. તેવીજ રીતે શહેરમાં જુદા-જુદા વોર્ડમાં ડોર ટુ ડોર ગારબેજ કચરાના નિકાલ અંગે, તેમજ વોર્ડ નં ૨માં મેહુલપાર્ક વિસ્તારમાં સફાઈ કામદારો ફાળવવા અંગે અને લાખો રૂપિયાના ખર્ચ પછી પણ ઘન કચરાનો નિકાલ શહેરમાંથી શા માટે સમયસર થતો નથી આ અંગે પણ પ્રશ્ન ઉઠાવેલ હતો. તેમજ વોર્ડ નં ૨ રામનગર વિસ્તારની કેનાલની સફાઈ અંગે, અને પોલીસ હેડકવાર્ટરની પાછળ ટી.પી.સ્કીમ ૧માંથી વરસાદી પાણીના નિકાલ અંગે આયોજન કરવા પણ પ્રશ્ન રજુ કરેલ હતો. આમ જામનગર મહાનગરપાલિકાની પ્રજાકીય હાડમારીના પીવાના પાણીના પ્રશ્ન અંગે તેમજ ગટરના પાણી નળમાં આવવા અંગે અને સી.સી રોડમાં પડેલા ચરેડા સહિતના ૭૫થી વધુ પ્રશ્નો ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) એ રજુ કાર્ય હતા. જેમાંથી મોટા ભાગના પ્રશ્નો આગામી સમયમાં ઉકેલાય જવા અંગે જે તે વિભાગના અધિકારોએ જણાવ્યું હતું. જોકે ધારાસભ્ય હકુભા એ અધિકારોને પણ આ ફરિયાદ અને સંકલન સમિતિમાં રજુ થયેલા પ્રશ્નો ઝડપભેર ઉકેલાય એ આવશ્યક છે.

Comments

comments

VOTING POLL