શહેરમાં જુગારના 6 દરોડાઃ 3 મહિલા સહિત 32 જુગાર રમતાં ઝડપાયા

August 16, 2019 at 7:19 pm


શ્રાવણ મહિનાની શરૂઆતથી શહેરમાં ઠેર-ઠેર નાના-મોટા જુગારધામો શરૂ થઈ ગયા છે. રજાના દિવસોમાં જુગારના નાના-મોટા ફિલ્ડ અંગે પોલીસને બાતમી મળતાં આવા જુગારધામો પર પોલીસ રેડ પાડી રહી છે. બે દિવસ દરમિયાન પોલીસે અલગ-અલગ 6 દરોડામાં જુગાર રમતાં ત્રણ મહિલા સહિત 32ની ધરપકડ કરી રૂા.96 હજારની મત્તા કબજે કરી છે.
પોલીસે પાડેલા દરોડામાં થાેરાળા પોલીસે કુબલિયાપરામાંથી જુગાર રમતાં અયુબ સતાર રાઠોડ, સાગર ગોપાલ પરમાર, વિજય ભરત સોલંકી અને સોફી બાબુ માકડાને રૂા.2270ની રોકડ સાથે જ્યારે ભિક્તનગર પોલીસે પુનિત સોસાયટીમાં રહેતી સરોજબેન અરવિંદભાઈ ભૂપતાણીના મકાનમાં દરોડો પાડી જુગાર રમતી સરોજબેન સાથે શોભનાબેન ઈન્દ્રજીત ડાંગર, મીનાબેન દિનેશભાઈ ગાેંધીયા, હિરેન વિનોદભાઈ વાગડિયા, હિતેષ માણેકલાલ માંડવિયા, મૌલિક રોહિત કુંભાણી, કલ્પેશ દેવદાન બરબસીયા અને સામત રામભાઈ જેસડની ધરપકડ કરી રૂા.41,730ની રોકડ કબજે કરી હતી.જ્યારે પ્ર.નગર પોલીસે રેલનગર મહારાણા ટાઉનશિપમાં જાહેરમાં જુગાર રમતાં રાકેશ અશોક ચાવડા, અજય અશોક પાટિલ, અમિત દીપક ત્રિવેદી, રવિ અશોક જાગીયાસી, ઈષાર્દ ફિરોઝ કુરેશીને રૂા.5,270ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ગાંધીગ્રામ-2 યુનિવસિર્ટી પોલીસ મથકના સ્ટાફે રૈયાધાર આરએમસીના ચાર માળિયામાં રહેતા ચંદન હિરા પરમારના ઘરેથી જુગાર રમતાં ચંદન, આકાશ દિનેશ મકવાણા અને અમિત વજુ પરમારની ધરપકડ કરી હતી. જ્યારે એક શખસ ફરાર થઈ ગયો હતો. પોલીસે રૂા.5,450ની રોકડ સહિત રૂા.15,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. યુનિવસિર્ટી પોલીસે બીજો દરોડો કાલાવડ રોડ પર રંગોલી પાર્ક સામે શ્રીજી ફ્રºટની સામે, સિતારામ પાર્કમાં રહેતા ધ્રુવ નારાયણ ઉર્ફે ભાણાભાઈ શ્રીરામ ગોપાલ સવિતાના ઘરે પાડયો હતો. જ્યાંથી મકાન માલિક ધ્રુવ નારાયણ સાથે સંજય શિવા જલુ, અકરમ રજાક જુવારયા, રમેશ મોહન કાલાવડિયા, રજત અવનીશ દુબેની ધરપકડ કરી રૂા.12,950ની રોકડ કબજે કરી હતી.
ભિક્તનગર પોલીસે ગાયત્રીનગર મેઈન રોડ પર, ગીતાનગર શેરી નં.7/બ, ‘માલદે કૃપા’માં રહેતા મોહિત જયેશ રાણિંગાના ઘરે દરોડો પાડી જુગાર રમતાં મોહિત સાથે યોગેશ ડાયા ચાવડા, સંજય ભીખા લાડવા, જયસુખ લખતરિયા, જયદીપ માંડલિયા, હરીશ પાલા, મહેશ પરમારની ધરપકડ કરી રૂા.18,470ની રોકડ કબજે કરી હતી.

Comments

comments

VOTING POLL