શહેરમાં બે દિવસમાં 26 સ્થળોએ આગ લાગીઃ ફાયરબ્રિગેડ સતત દોડતું રહ્યું

November 7, 2018 at 1:48 pm


દિવાળીના તહેવારો દરમિયાન છેલ્લા બે દિવસમાં ફટાકડા તેમજ અન્ય કોઈ કારણોસર રાજકોટ શહેરના અલગ-અલગ 26 સ્થળોએ આગના બનાવો બન્યાનું ફાયરબ્રિગેડમાં નાેંધાયું છે. કચરાના ઢગલાથી લઈ મોટા કારખાના સુધી આગના બનાવો બન્યા હોય જેમાં ફાયરબ્રિગેડ સતત દોડતું રહ્યું છે.
ફાયરબ્રિગેડને મળેલી અલગ-અલગ 26 જેટલી આગ લાગ્યાની ફરિયાદોમાં બે દિવસ દરમિયાન ફાયરબ્રિગેડની અલગ-અલગ ગાડીઆે બેડીનાકા, મવડી, મુખ્ય ફાયર સ્ટેશન, કાલાવડ રોડ ફાયર સ્ટેશન સહિતના ફાયરબ્રિગેડના સ્ટાફે આગ બૂઝાવવા માટે ત્વરીત કામગીરી કરી હતી. ફાયરબ્રિગેડને મળેલી ફરિયાદોમાં 5-11-2018ના રોજ મળેલી ફરિયાદોમાં ધર્મેન્દ્ર કોલેજ પાસે ઈકો કારમાં આગ લાગી હતી તેમજ બપોરે 3-55 વાગ્યે ટાગોર રોડ પર વાેંકળામાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગી હતી તેમજ બપોરે કનકનગર મેઈન રોડ પર વિજય શીગ સામે સાડીના કારખાનામાં લાકડાના જથ્થામાં આગ લાગી હતી તેમજ દૂધસાગર રોડ પર ઉનના ગોડાઉનમાં તાલપત્રીમાં આગ લાગી હતી તેમજ ગાેંડલ રોડ પર શિવનગર-11માં અને કાલાવડ રોડ પર ટીવીએસ શો-રૂમ પાસે વંડામાં કચરાના ઢગલામાં આગ લાગી હતી તેમજ રાત્રે બ્રûસમાજ ચોક, બ્રûસમાજ સોસાયટી-3માં પણ કચરામાં આગ લાગી હતી. જ્યારે તા.6-11ના રોજ આગ લાગ્યાના બનાવોમાં બપોરે લોહાનગર ટેલિફોન એકસચેન્જ પાસે લાકડાના ગોડાઉનમાં, બપોરે 1 વાગ્યે સંતકબીર રોડ પર સુરપી ઈમિટેશન પાસેના કારખાનાની અગાસીમાં પડેલા કચરાના ઢગલામાં તેમજ બપોરે અટિકામાં પીજીવીસીએલના પીસીમાં વાયરિ»ગ નીચે પડેલા કચરાના ઢગલામાં, રાત્રે અમીન માર્ગ પર ભરવાડવાસ પાસે, યુનિવસિર્ટી રોડ પર એક વંડામાં, મિલપરા રોડ પર એક વંડામાં તેમજ ચૌધરી હાઈસ્કૂલ પાસે સોમનાથ ટ્રાવેલ્સવાળી શેરીમાં એક કારમાં આગ લાગી હતી.
જ્યારે કાલાવડ રોડ િસ્વમિંગ પુલની પાછળ વંડામાં તેમજ ટાઈમ હોસ્પિટલ પાસે રેલવેના પાટા પાસે વંડામાં, ગૌતમનગર, કેવડાવાડી, જલારામ હોસ્પિટલ પાસે, લાખના બંગલા પાસે વંડામાં આગ લાગી હતી જે ફાયરબ્રિગેડે બૂઝાવી હતી. જ્યારે તા.7-11ના રોજ મળેલી ફરિયાદોમાં નાનામવા સર્કલ પાસે, ગિરીરાજ હોસ્પિટલ પાસે વંડામાં આગ લાગી હતી તેમજ સદરબજારમાં અતુલ શિક્ત રિક્ષા અને એિક્ટવામાં આગ લાગી હોય તેમજ વહેલી સવારે રણછોડનગરમાં વંડામાં સિન્ટેકસની ટાંકીમાં અને દીવાનપરા-17માં એક જૂના મકાનમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડે જઈ આગ બૂઝાવી હતી.
આજે બપોર સુધીમાં અલગ-અલગ જગ્યાએ આગ લાગ્યાની ફરિયાદો મળી હતી જેમાં શાપર-વેરાવળમાં એક કારખાનામાં કાસ્ટિ»ગના જથ્થામાં કોઈ કારણસર આગ લાગતાં ફાયરબ્રિગેડના સ્ટાફે જઈ આગ બૂઝાવી હતી.

Comments

comments

VOTING POLL