શહેરમાં મિલકત વેરો ન ભરનારા વધુ સાત આસામીઆેની મિલકત સીલ કરતું કોર્પોરેશન: મહાપાલિકાની શાખા દ્વારા અન્ય 3 આસામી પાસેથી રૂા. 1.12 લાખની રિકવરી

August 31, 2018 at 10:19 am


જામનગર મહાનગરપાલિકાની હાઉસ ટેકસ શાખા દ્વારા બાકી રોકાતી મિલ્કત વેરાની વસુલાત માટે વોરંટ તેમજ અનુસુચીની બજવણી કરવા છતાં સાત આસામી બાકી મિલ્કત વેરો ભરપાઇ ન કરતા જપ્તીમાં લેવાઇ છે તેમજ ત્રણ આસામીઆે પાસેથી 1.1ર લાખની રિકવરી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની હાઉસ ટેકસ શાખા દ્વારા બાકી રોકાતા મિલ્કત વેરા માટે વારંવાર વોરંટ તેમજ અનુસુચી બજવવા છતાં હરીભાઇ નારણભાઇ (ભાડુઆત સુરેશભાઇ વાડોદરીયા) રૂા.1,01,714, ગુજરાત હા.બોર્ડ બાબુલાલ એમ. વ્યાસ રૂા.ર476ર, દેસાઇ રાજુભાઇ કારૂભાઇ (ભાડુઆત અનિલભાઇ જે.પરમાર) રૂા.ર4194, ગુ. હા.બોર્ડ, સંજય પી. જોગી રૂા.ર4068, રાજુભાઇ કારૂભાઇ દેસાઇ રૂા.1પ877 તેમજ ગુ.હા.બોર્ડ નરેન્દ્ર હંસરાજભાઇ ગોહિલ રૂા.1પરર4 ની બાકી રોકાતી મિલ્કત વેરાની રકમ માટે મિલ્કત જપ્તીમાં લેવાઇ છે. અને સીલ કરી દેવાઇ છે. તેમજ ત્રણ આસામીઆે પાસેથી રૂા.1,1ર,910ની સ્થળ ઉપર રિકવરી કરવામાં આવી છે.

આ કામગીરી આસિ.કમિશ્નર ટેકસ જીજ્ઞેશ નિર્મલ, ટેકસ આેફિસર જી.જે. નંદાણીયાના માર્ગદર્શન હેઠળ રિકવરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL