શહેરી વિકાસની સેન્ચ્યુરી તરફ દોડઃ 77 ટીપી સ્કીમો મંજૂર

November 28, 2018 at 3:15 pm


હિન્દીમાં એક શે’ર છે ‘હમ હમ હૈ તો ક્યા હમ હમ હૈ, તુમ તુમ હો તો ક્યા તુમ હો’ આ શે’રનો ભાવાર્થ એવો થાય છે કે સંકલનથી થતી કોઈ પણ કામગીરી સફળતાના પરિણામ સુધી લઈ જાય છે અને ખાસ કરીને વાત વિકાસની હોય ત્યારે તેમાં અહમ્ના ટકરાવના બદલે જો સંકલનનો સેતુ સજાર્ય તો નિશ્ચિતપણે વિજયનું વિઝન સાર્થક થાય છે અને હાલ ગુજરાત રાજ્યના શહેરી વિકાસ વિભાગમાં આવી જ રીતે સંકલનથી સફળતા મળી છે અને વિકાસ વિઝનનો વિજય થયો છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે આઠ મહિનામાં રાજકોટ સહિત રાજ્યની 77 ટીપી સ્કીમો મંજૂર કરી છે. કોઈ ટીપી સ્કીમો ડ્રાફટ સ્વરૂપે તો કોઈ પ્રિલીમીનરી અને કોઈ આખરી તબક્કે મંજૂર થઈ છે. ગુજરાત રાજ્યની સ્થાપના થયાથી હાલ સુધીના 58 વર્ષના સમયગાળામાં ક્યારેય આટલા ટૂંકા સમયગાળામાં આટલી ટીપી સ્કીમો મંજૂર થઈ નથી. શહેરી વિકાસ વિભાગે હવે ટીપી સ્કીમો મંજૂર કરવાની સેન્ચ્યુરી તરફ દોટ મુકી છે. સંભવતઃ ડિસેમ્બરના અંત સુધીમાં રાજ્યની 100 જેટલી ટીપી સ્કીમો મંજૂર થઈ જશે તેવા નિર્દેશો મળી રહ્યા છે.

વધુમાં શહેરી વિકાસ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ સહિત રાજ્યભરની ટીપી સ્કીમો ઝડપથી મંજૂર કરવા માટે આદેશ કર્યો હતો જેના અનુસંધાને શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી મુકેશ પુરી અને મુખ્યમંત્રી કાર્યાલયના સચિવ મનોજકુમાર દાસ તેમજ રાજેશ રાવલ અને આેફિસર આેન સ્પેશ્યલ ડયુટી વાઘેલા વચ્ચેના અદ્ભુત સંકલનના પરિણામ સ્વરૂપે ટીપી સ્કીમો ફટાફટ મંજૂર થવા લાગી છે. ટીપી સ્કીમો ઝડપથી મંજૂર થતાં વિકાસને વેગ મળશે, નવા રોડ-રસ્તાના નેટવર્ક ખુલશે તેમજ બાગ-બગીચા, મેદાનો, આવાસ યોજનાઆે સહિતના પબ્લીક પર્પઝ માટેની જમીનોની ઉપલબ્ધી સરળ બનશે. મહÒવપૂર્ણ છે કે ટીપી સ્કીમો જેટલી ઝડપથી મંજૂર થાય છે તેટલી જ ઝડપથી તેની અમલવારી પણ સ્થાનિક સક્ષમ આેથોરિટીઆે દ્વારા કરવામાં આવે તે બાબત પણ એટલી જ જરૂરી બની જશે. ટીપી સ્કીમો મંજૂર થવાથી આયોજન સુનિશ્ચિત થાય છે પરંતુ જ્યાં સુધી આયોજનની અમલવારી ન થાય ત્યાં સુધી તેના પરિણામો પ્રાપ્ત થતાં નથી. હાલમાં રાજકોટ સહિત રાજ્યના આઠેય મહાનગરોની અર્બન ડેવલપમેન્ટ આેથોરિટીના ચેરમેનપદે પણ મ્યુનિસિપલ કમિશનર જ કાર્યરત છે ત્યારે મહાપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ આેથોરિટીના વિસ્તારમાં ટીપી સ્કીમોની સફળતાપૂર્વક અમલવારી થવાની સંભાવનાઆે સવિશેષ છે. હાલમાં શહેરી વિકાસ વિભાગ પાસે અંદાજે અન્ય 25થી 30 ટીપી સ્કીમોની મંજૂરીની પ્રક્રિયા ગતિશીલ છે ત્યારે ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં રાજકોટ સહિત રાજ્યની 100થી વધુ ટીપી સ્કીમો મંજૂર થઈ જશે અને આ બાબત ક્યારેય ન તોડી શકાય તેવા રેકોર્ડ સમાન બની રહેશે.

રાજકોટની 16 ટીપી સ્કીમોને લીલીઝંડીઃ 1990ના દાયકાથી પેન્ડીગ ટીપી સ્કીમોનો આઠ મહિનામાં ફટાફટ નિકાલ

આયોજનને મંજૂરી બાદ હવે અમલવારીમાં પણ ઝડપ અનિવાર્ય

ગુજરાત રાજ્યની સ્થાપનાથી હાલ સુધીમાં ક્યારેય એક વર્ષમાં 77 ટીપી સ્કીમો મંજૂર થઈ નથી, નવો રેકોર્ડ પ્રસ્થાપિત

Comments

comments

VOTING POLL