શહેર–જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટીની ચકાસણી માટે ડીઇઓ તત્રં દોડયું

May 25, 2019 at 5:00 pm


સુરતની ઘટનાનો રેલો રાયભરમાં ફેલાયો છે. ગઇકાલના અિકાંડના બનાવને પગલે રાજકોટનું જિલ્લા શિક્ષણ તત્રં પણ સફાળુ જાગ્યું છે. આજથી જ ડીઇઓ તત્રં દ્રારા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સેફટીની ચકાસણી શરૂ કરી દીધી છે. ચકાસણી દરમિયાન જે શાળાઓમાં સેફટીના સાધનો નહીં હોય તે શાળાઓને ડીઇઓ તત્રં દ્રારા આ સાધનો પૂરા પાડવામાં આવશે.

સુરતમાં કલાસીસમાં આગજનીના બનાવમાં ૨૦ વિધાર્થીઓની જીંદગી હોમાય ગઇ. આ ઘટનાથી વાલીઓમાં રોષની લાગણી સાથે પોતાના સંતાનો માટે ચિંતા પણ જાગી છે. અભ્યાસ માટે પોતાના બાળકોને સ્કૂલો અને કલાસીસમાં મોકલતાં માતા–પિતાનો જીવ અધ્ધરતાલ થઇ ગયો છે કે શાળાઓમાં ફાયર સેફટીના સાધનો નહીં હોય અને આવી ઘટના ઘટશે તો બાળકોને કેમ બચાવી શકાશે ?.

વાલીઓની ચિંતાને લઇ ડીઇઓ ઉપાધ્યાયે તાકીદના પગલાં લઇ વેકેશન હોવા છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લાની તમામ ગ્રાન્ટેડ, સરકારી, ખાનગી સ્કૂલોમાં ફાયર સેફટીની ચકાસણી શરૂ કરી છે. જેમાં આગ લાગે તો તેને બુઝાવવાના સાધનો, શાળાઓની ઇમારતો પર લાગેલા હોડિગ્સ, જર્જરીત દિવાલો, ઇમારતો સહિત ડોમ, બારી–દરવાજા, બેન્ચ, રમત–ગમતના ગ્રાઉન્ડ સહિત તમામ પાસાઓ પર ચકાસણી અને નિરિક્ષણ કરવા ડીઇઓ તંત્રની ટીમ દોડતી થઇ છે.

ડીઇઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો આ સરકારી શાળાઓમાં ફાયર સેફટીના સાધનો નહીં હોય તો ત્યાં નવા સાધનો મુકવામાં આવશે અને ખાનગી શાળા સંચાલકોને પણ સુરક્ષાને લગતા ઉપકરણો વસાવવા માટે તાકીદ કરવામાં આવશે. જો સ્કૂલના પાકિગમાં કે નિયમો વિરૂધ્ધ બાળકોને ભણાવતી સ્કૂલો પકડાશે તો તેની સામે આકરાંમાં આકરી કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીઇઓએ તાકીદ કરી છે

Comments

comments

VOTING POLL