શહેર પ્રમુખોની વરણીની પ્રક્રિયા પર હાઈ કમાન્ડની બ્રેક ?

December 2, 2019 at 3:10 pm


Spread the love

ગુજરાત ભાજપ દ્વારા હાલમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે જેમાં બુથ અને મંડળ સ્તરના સંગઠનની રચના કર્યા બાદ હવે શહેર અને જિલ્લા પ્રમુખો અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખની વરણીની પ્રqક્રયા પૂર ઝડપે આગળ વધી રહી હતી ત્યાં એકાએક જ ભાજપના હાઈકમાન્ડે શહેર અને જિલ્લા પ્રમુખ પદની વરણી પર બ્રેક મારતા ગુજરાત ભાજપના નેતાઆેને ભારે આંચકો લાગ્યો છે.
રાજ્યના 33 જિલ્લાઆે તથા આઠ મહાનગરપાલિકા વિસ્તારના પ્રમુખોની ગત સપ્તાહના અંત સુધીમાં વરણી થઇ જશે તેવી ગુજરાત ભાજપે અગાઉ જાહેરાત કરી હતી. પરંતુ જિલ્લા તથા શહેર પ્રમુખોની વરણી અંગે હાઈ કમાન્ડ પાસે મોકલવામાં આવેલી યાદીને હાલ પૂરતી સ્થગિત કરી ભાજપ હાઈ કમાન્ડે પોતાની મરજી મુજબના યુવા નેતાઆેને જવાબદારી સાેંપવાનું મન બનાવી લીધું હોવાનું જાણવા મળે છે.
આ વર્ષના અંતમાં રાજ્યની 8 મહાનગર પાલિકાઆેની તથા અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઆેની યોજાનારી પ્રતિષ્ઠાભરી ચૂંટણી ને ધ્યાનમાં રાખી પ્રદેશ ભાજપ ને નવી વરણીની ભલામણમાં ભારે કચાસ રાખી હતી એટલું જ નહી પરંતુ ભાજપના પ્રદેશ સંગઠન પાસે રાજકીય દૂરંદેશીપણનો અભાવ હોવાનું હાઈ કમાન્ડ ના ધ્યાન ઉપર આવતા પ્રદેશ ભાજપની ભલામણોને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. અને આગામી ચાર-પાંચ દિવસમાં ભાજપનું હાઇકમાન્ડ મહાનગરપાલિકાઆેમાં પક્ષના નેતા, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ ભૂતકાળમાં સંગઠનમાં પડકાર ફરજ બજાવી ચૂકેલા ભાજપના તરવરિયા યુવાનોને શહેર પ્રમુખોની જવાબદારી સાેંપવા તરફ આગળ વધી શકે છે તેવા સંકેત મળી રહ્યા છે.
ભાજપના કાર્યકરોમાં એવી પણ ચર્ચાએ જોર પકડયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના હોમ ગ્રાઉન્ડ અને સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવેલા ગુજરાતમાં ભાજપની પ્રતિષ્ઠાનું દિન-પ્રતિદિન ધોવાણ થતું જાય છે. લોકસભાની ચૂંટણીને બાદ કરતા વિધાનસભા થી માંડીને સ્થાનિક ચૂંટણીઆેમાં ભાજપનો નબળા દેખાવે પક્ષના સંગઠન અને સરકાર સામે અનેક પ્રશ્નાર્થ ઉભા કરી દીધા છે ત્યારે ખુદ વડાપ્રધાન મોદીએ ગુજરાત નો પ્રશ્ન હાથ ઉપર લીધો છે અને ગુજરાતના મુખ્ય સચિવ તરીકે પોતાના પસંદગીના વરિષ્ઠ અધિકારી અનિલ મૂકીમને નિમણૂક આપી હવે ભાજપના સંગઠનમાં પણ પોતાની પસંદગીના નેતાઆેને જવાબદારી સાેંપવા ચક્રાે ગતિમાન કર્યા છે. જેના કારણે ભાજપના શહેર તથા જિલ્લા પ્રમુખોની વરણી માટે પ્રદેશ ભાજપ દ્વારા કરાયેલી ભલામણોને બાજુ પર મુકી ભાજપનું હાઇકમાન્ડ ભવિષ્યના રાજકીય પડકારો અને સ્થિતિને ધ્યાનમાં રાખી સંગઠનની બાજી ગોઠવશે તેમ પણ સૂત્રો ઉમેરી રહ્યા છે અને આગામી ચાર-પાંચ દિવસમાં જ છે તથા જિલ્લા પ્રમુખો ની યાદી જાહેર થઈ જશે તેવો પણ સૂત્ર દાવો કરી રહ્યા છે.