શાપર-વેરાવળમાં ગોડાઉન બહાર પરેશ ધાનાણીના ધરણાં

August 6, 2018 at 11:30 am


ગુજકોટ અને કેટલીક સહકારી મંડળીઆેના કર્મચારીઆે-અધિકારીઆેને સંડોવતા કરોડો રૂપિયાના મગફળી કૌભાંડમાં સત્ય બહાર લાવવાની માગણી સાથે વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે સતત ત્રીજા દિવસે ધરણાં પ્રદર્શન કર્યું છે. ગઈકાલે ગાેંડલમાં રામરાજ્ય મિલ ગોડાઉન પાસે ધરણાં કર્યા બાદ આજે પરેશ ધાનાણી તેમજ અન્ય આગેવાનો શાપર પાસે આવેલ ગોડાઉનની બહાર ધરણાં કરી રહ્યા છે. શાપરના આ ગોડાઉનમાં થોડા સમય પૂર્વે આગ લાગી હતી પરંતુ તેમાં હજુ સુધી કોઈની ધરપકડ ન થતાં આ ધરણાં યોજાયા છે.આજના આ ધરણાંના કાર્યક્રમમાં રાજકોટ શહેર જિલ્લા કાેંગ્રેસના આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, દિનેશ ડાંગર, મહેશ રાજપૂત વગેરે પણ જોડાયા હતા. શાપરના ગોડાઉન પાસે ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL