શાપર-વેરાવળમાં માસૂમ બાળકનો હત્યારો બાવાજી શખસ ઝડપાયો

May 29, 2018 at 4:53 pm


રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ખાતે પાંચ દિવસ પહેલા માસુમ બાળકનું અપહરણ કરી હત્યા કરવાના બનાવમાં એલસીબી અને એસઓજી સ્ટાફે શ્રમીક કોળી પરિવારના પાડોશમાં રહેતા બાવાજી શખસને ઉઠાવી લઈ આકરી પુછપરછ કરતા માસુમ બાળકનું અપહરણ કરી દોરડા વડે ગળાટુંપો આપી મોતને ઘાટ ઉતાયર્નિી કબુલાત આપતા પોલીસે હત્યાના કાવતરામાં અન્ય શખસો સંડોવાયા છે કે કેમ ? તે અંગે પુછપરછ હાથ ધરી છે. દરમિયાન સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજી એસપી અંતરીપ સુદ દ્વારા વધુ વિગતો આપશે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ શાપર-વેરાવળમાં શ્રમીક કોળી પરિવારના હરેશભાઈ વાઢેર નામના કોળી યુવાનનો 4 વર્ષનો માસુમ પુત્ર હેતનું ગયા શુક્રવારે સાંજે તેના ઘર પાસે રમતો હતો તે દરમિયાન ભેદી સંજોગોમાં લાપત્તા થઈ જતાં તેના પરિવારજનોએ તેની શોધખોળ કયર્િ બાદ શાપર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદના આધારે ગુનો નોંધી બાળકને શોધવા તપાસનો ધમધમાટ શ કર્યો હતો. તે દરમિયાન રીબડા રેલવે ફાટક પાસેથી શનિવારે અપહૃત બાળકનો મૃતદેહ મળી આવતા જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદ, ગોંડલ ડીવાયએસપી ચૌહાણ તેમજ એસઓજીના પીઆઈ જાની, એલસીબીના પીઆઈ પંડયા સહિતનો પોલીસ કાફલો શાપર-વેરાવળ ખાતે દોડી જઈ તપાસ કરતા માસુમ બાળકના ગળા પર ઈજાના નિશાન હોય અપહરણ કયર્િ બાદ શખસે દોરડા તેમજ વાયર વડે ગળાફાંસો આપી માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી હત્યા કયર્નિી શંકાએ તેનું ફોરેન્સીક પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

દરમિયાન ઘટનાસ્થળે દોડી આવેલા શ્રમીક કોળી પરિવારે ભારે આક્રંદ કર્યો હતો અને જયાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી બાળકની લાશ સ્વીકારવાનો ઈન્કાર કરતા જિલ્લા પોલીસ વડાએ બાળકના હત્યારાઓને પાંચ દિવસમાં પકડી લેવા ખાતરી આપતા પરિવારજનોએ લાશ સ્વીકારી હતી.

જિલ્લા પોલીસ વડા અંતરીપ સુદે માસુમ બાળકના અપહરણ હત્યાના મામલે હત્યારાઓની ભાળ મેળવવા અલગ અલગ ટીમો બનાવી તપાસ એસઓજીને સોંપતા પીઆઈ જાની સહિતના સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કયર્િ હતા. પોલીસની પુછપરછમાં માસુમ બાળક હેતના અપહરણ બાદ તેના પરિવારજનો શોધખોળ કરતા હતા તે દરમિયાન બાળકના પિતા હરેશભાઈના મિત્રને અજાણ્યા મોબાઈલમાંથી ફોન આવ્યો હતો અને તેને હરેશભાઈનું કામ છે તેમ કહ્યું હતું. દરમિયાન તેમાં ફોન કરતા મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હોય પોલીસે મોબાઈલની કોલ ડીટેઈલ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શ કર્યો હતો.
પોલીસની તપાસમાં એસઓજીના પીઆઈ જાની અને એલસીબીના પીઆઈ પંડયા સહિતના સ્ટાફે બાળકના અપહરણ અને હત્યાના ગુનામાં શ્રમીક કોળી પરિવારના પાડોશમાં રહેતા નિકુંજ ગોસ્વામી નામના શખસને ઉઠાવી લઈ આકરી પુછપરછ કરતા બાળકનું અપહરણ કરી દોરડા વડે ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધાની કબુલાત આપતા પોલીસે બાળકના અપહરણ હત્યાના ગુનામાં અન્ય શખસો સંડોવાયા છે કે કેમ ? તે અંગે આકરી પુછપરછ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL