શાર્પશૂટરો ગાંધીધામના ફાઇનાન્સરને લૂંટવા માગતા હતા

February 12, 2019 at 8:54 am


આ વાતાર્ નથી પરંતુ હકીકત છે. આદિપુરમાં એકસીસ બેંકનું એટીએમમાંથી રૂા. 34 લાખની લૂંટ કરી નાખી છૂટેલા હરિયાણાના શાર્પ શૂટર ગાંધીધામની એક ફાઇનાન્સરને લૂંટવાનો પ્લાન ઘડયો હતો તેવું ગઇકાલે અંજારમાંથી પકડાયેલા બે શખ્સોની તપાસમાં ઘટસ્ફોટ થયો છે.

આજે પત્રકારો સાથે વાતચીત કરતાં કચ્છ જિલ્લાના વડા પરિક્ષીતા રાઠોડે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, હરિયાણા ગેંગના મનાતા આ બે શાર્પ શૂટરોએ ગાંધીધામ હાઇવે પર આવેલી ફાયનાન્સરની આેફિસ પર રેકી કરી હતી. અને એક બે દિવસમાં લૂંટના બનાવને અંજામ આપવાના હતા પરંતુ તે પહેલાં એસઆેજી એલસીબીએ અંજારના શાંતિધામ વિસ્તારમાં આવેલ હરિઆેમ નગર સોસાયટીમાં આવેલા મકાનમાં ધામા નાખીને પડેલા આ શખ્સોને ઝડપી લીધા છે. હરિયાણાના બે શાર્પશૂટર્સ ધર્મેન્દ્ર જાટ અને રાહુલ વીજ હqથયારો સાથે ઝડપાયા છે. જ્યારે પોલીસ અને શાર્પશૂટરો વચ્ચે ઝપાઝપી ચાલુ હતી ત્યારે ત્રીજો રવિન્દ્ર જાટ નામનો શાર્પશૂટર ભાગી છૂટયો છે.

પૂર્વ કચ્છના પોલીસ વડા પરિક્ષીતા રાઠોડે લૂંટના આરોપીને ઝડપવા પોલીસે કરેલ દીલધડક આેપરેશની વિગતો આપી હતી.

આ અંગે જણાવાયું છે કે, હરિયાણાનો શાર્પશૂટર રીન્કુ રાજનાથસિંહ ધાનકે ઘણા લાંબા સમયથી દેખાવ પૂરતો હજામતનો ધંધો કરતો હતો અને આદિપુર એકસીસ બેંકના એટીએમમાં લૂંટ કરવાના બનેલા બનાવનો તે માસ્ટર માઈન્ડ હતો. પોલીસે ગઇકાલે ઝડપેલા બે આરોપી પણ પાંચ દિવસ પહેલાં આવ્યા હતા અને મોટેભાગે મકાનમાં પૂરાઇ રહેતા હતા. રીન્કુ ધાનક પણ હાલ ફરાર છે.

પોલીસે પકડેલા લૂંટના બે આરોપીઆેએ એવો એકરાર કર્યો છે કે તેઆેએ દિલ્હીમાં એમેઝોન કંપનીના કર્મચારીઆેને બંધક બનાવી લૂંટ કરી હતી.

આ ઉપરાંત પકડાયેલા આરોપીઆેએ એવો પણ એકરાર કર્યો છે કે આદિપુરના લૂંટ કેસમાં વપરાયેલી કાર પણ ચાર પાંચ મહિના પહેલા એક કાર ચાલક પાસેથી લૂંટી લીધી હતી. પોલીસને સીસીટીવી ફંટેજમાંથી કેટલીક કડીઆે મળી હતી. ગાંધીધામ પોલીસની સત્તાવાર યાદીમાં જણાવાયા પ્રમાણે અંજારમાં હાથ આ આેપરેશનમાં ગાંધીધામ એસઆેજીના પીઆઇ જે.પી. જાડેજા, એલસીબી ઇન્ચાર્જ પીએસઆઇ એમ.એસ. રાણા, એલસીબીના એએસઆઇ પ્રવિણસિંહ પલાશ, હેડકોન્સ્ટેબલ રાજેન્દ્ર પરમાર, નારશીભાઇ પઢીયાર, પ્રહલાદસિંહ ચુડાસમા, કોન્સ્ટેબલ બલભદ્રસિંહ જાડેજા, સંજયસિંહ રાણા, વિક્રમસિંહ જાડેજા, હેમુભા, એસઆેજીના એએસઆઇ પૃથ્વીરાજસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા.

Comments

comments

VOTING POLL