શાળા-કોલેજોમાં સવારે સજ્જડ બંધ બપોરથી અનેક શૈક્ષણિક સંસ્થાઆેમાં ધમધમાટ

September 10, 2018 at 3:33 pm


એનએસયુઆઈ યુવક કાેંગ્રેસના આગેવાનોએ સવારે શાળા-કોલેજોએ ફરીને બંધ કરાવ્યા બાદ તેની વ્યાપક અસર જોવા મળી હતી અને સવારના સત્રમાં ચાલતી મોટાભાગની શાળાઆેમાં પ્રથમ બે-ત્રણ કલાક સજ્જડ બંધ જોવા મળ્યો હતો પરંતુ પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયતનો દોર શરૂ કરતાં અને શાળા-કોલેજ આસપાસ મજબૂત બંદોબસ્ત મુકી દેવાતાં બંધની અસર હળવી બની ગઈ હતી.

બંધના આજના એલાનમાં શાળા-કોલેજોમાં સજ્જડ હડતાલ રહે તે માટે એનએસયુઆઈ અને યુવક કાેંગ્રેસના આગેવાનો મુકેશભાઈ ચાવડા, ભરતસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહિલ, જયકિશનસિંહ ઝાલા, નિલુ સોલંકી, કેતન ઝરિયા, મોહન સિંધવ, બોની પટેલ સહિતનાઆે શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા અને મારવાડી, આત્મીય, આર.કે., પીડીએમ, હરિવંદના, ક્રાઈસ્ટ, ટી.એન. રાવ, સર્વોદય, મહિલા કોલેજ, દર્શન, અપિર્ત, ભાલોડિયા, કુંડલિયા, ધમસાણિયા, કણસાગરા, મિરાિમ્બકા સહિતની કોલેજોમાં સેન્ટમેરી સહિતની શાળાઆેમાં સજ્જડ બંધ પડાવ્યો હતો પરંતુ રાષ્ટ્રીય શાળા ખાતે બંધ માટે વિદ્યાર્થીઆે ગયા ત્યારે પોલીસે તેની અટકાયત કરી હતી.

બાદમાં તમામ શાળા-કોલેજોમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને સવારના સત્રમાં થોડું ઘણું શૈક્ષણિક કાર્ય થયું હતું અને બપોરના સત્રમાં બંધની અસર શાળા-કોલેજોમાં નહીવત જોવા મળી હતી.

Comments

comments