શાળા-કોલેજો આસપાસ ગાંજા અને નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ

February 14, 2019 at 3:45 pm


રાજકોટ શહેરની અનેક શાળા-કોલેજોની આસપાસ નશીલા પદાર્થો અને ગાંજાનું ઉઘાડેછોગ વેચાણ થઈ રહ્યું છે તેવી ફરિયાદ યુવક કાેંગ્રેસના અને એનએસયુઆઈના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને કરવામાં આવી છે. આ ઉપરાંત શાળા-કોલેજોની આસપાસ ટ્રાફિકના પ્રñે પણ યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

રાજકોટની શાળા-કોલેજો તેમજ રાજકોટ શહેરના ખાસ કરીને કાલાવડ રોડ અને યુનિવસિર્ટી રોડ ઉપરના બગીચાઆે આવારાતત્વોના અડ્ડાના કારણે તથા રોમિયોના ત્રાસથી સામાન્ય નાગરિક અને વિદ્યાર્થિનીઆેને નીકળવું મુશ્કેલ છે. શહેરની અંદર ભારે વાહનોની (કાર, ટ્રક, બસ) સ્પિડ લિમિટ નકકી કરવી અને આેવરસ્પીડમાં જતા વાહનોને કેમેરાની મદદથી ભારેખમ દંડની જોગવાઈ કરવી, રાજકોટ શહેરની શાળા અને કોલેજોના કેમ્પસો ઘણા મોટા હોવા છતાં વિદ્યાર્થીઆેને તેડવા માટે જે રિક્ષાઆે, જે વાનો રોડ ઉપર વિદ્યાર્થીઆે છૂટે ત્યારે ભયંકર ટ્રાફિક થતો હોય જેથી તેડવા માટેના વાહનો જે તે શાળા-કોલેજના કેમ્પસમાંથી વિદ્યાર્થીઆેને તેડે તો આ ટ્રાફિક થતો અટકે.

રાજકોટ શહેર મહાનગરપાલિકાની જે સિટી બસો રાજકોટના રોડ ઉપર ચાલે છે તેના ડ્રાઈવરોના લાયસન્સ (બેઈઝ) પણ ચેક થવા જોઈએ કારણ કે બિનઅનુભવી લોકો બસ ચલાવતા હોય છે જેના કારણે અકસમાત થવાનો ભય વધારે રહે છે. શાળા-કોલેજોની રિક્ષાઆે તેમજ વાનનું ચેકિંગ કરવું કારણ કે મર્યાદા કરતાં પણ વધારે બાળકોને ઘેંટા-બકરાંની જેમ ભરેલા હોય છે જેથી અકસ્માત થાય તો બાળકોને ઘણી મોટી ઈજા થઈ શકે.

રાજકોટની જનતા ટ્રાફિક સમસ્યાથી પરેશાન છે તેમજ દિવસે ને દિવસે રાજકોટની વસતિને ધ્યાને રાખીને વધારેમાં વધારે ટ્રાફિક કન્ટ્રાેલ થાય એ રાજકોટ શહેર માટે બહુ અગત્યની બાબત છે તેમજ રાજકોટની યુવા પેઢીને પણ અમુક આવારાતત્વો દ્વારા નશીલા પદાર્થોનું સેવન તરફ વળતા જોવા મળે છે જેથી ઉડતું રાજકોટના બને એના માટે તકેદારી કેળવવી ખુબ જ જરૂરી છે એ ધ્યાને રાખી યોગ્ય કરવા વિનંતી.

આ કાર્યક્રમમાં યુથ કાેંગ્રેસના પ્રદેશ મંત્રી હરપાલસિંહ જાડેજા, રાજકોટ શહેર કાર્યકારી પ્રમુખ નીતિન ભંડેરી, શહેર એનએસયુઆઈના ઉપપ્રમુખ નિલુ સોલંકીની આગેવાની હેઠળ કમિશનરને રજૂઆત કરવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા કેતનભાઈ ઝરિયા, ઈલ્યેસભાઈ મુલતાણી, અમિતભાઈ પટેલ, મુકુંદભાઈ ટાંક, ઋતુરાજસિંહ ઝાલા, બોની પટેલ, ઋતુરાજસિંહ જાડેજા, નવાબ, રામદેવસિંહ ચુડાસમા, કરણભાઈ મંડલી, મુસ્તુફા લોખંડવાલા, રવિ જીતયા, મુફØલ રોકડ, દશિર્લ મકવાણા, નેવીલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Comments

comments

VOTING POLL