શાળા-કોલેજ બંધનું એલાન અમે આપ્યું નથી: પાસની સાફ વાત

September 6, 2018 at 10:50 am


અનામત સહિતની વિવિધ માગણીઓ સબબ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં ગુજરાતની તમામ શાળા-કોલેજોમાં આજે બંધ પાડવાનું એલાન પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા અપાયું છે તેવી મતલબના મેસેજ સોશ્યલ મીડિયામાં જબરજસ્ત રીતે વાઈરલ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે હેરાન-પરેશાન થયા હતા. પાસના હેમાંગ પટેલ દ્વારા આ સંદર્ભે સત્તાવાર સ્પષ્ટતા કરી પાસ દ્વારા આવું કોઈ એલાન અપાયું નથી તેમ જણાવતા સ્થિતિ સ્પષ્ટ થઈ છે પરંતુ બે દિવસ સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે શાળા-કોલેજો ચાલુ રહેશે કે બંધ રહેશે ? તે દ્વિધામાં પડી ગયા હતા.
પાસના નેતા હેમાંગ પટેલના જણાવ્યા મુજબ આ કોઈની ટીખ્ખળ છે, પાસ દ્વારા આવું કોઈ એલાન અપાયું નથી. જો કે પાસનું આ એલાન સાચું છે કે ખોટું તેની ખરાઈ કયર્િ વગર એનસીપી પણ તેમાં કૂદી પડયું હતું અને એનસીપીના ગુજરાતના પ્રમુખ જયંત પટેલ (બોસકી)એ પાસના કહેવાતા એલાનને સમર્થન પણ આપી દીધું હતું.
સોશ્યલ મીડિયાના થઈ રહેલા દુપયોગને કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા-કોલેજના સંચાલકો પારાવાર હાડમારીમાં મુકાયા હતા. ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ ગયું છે પરંતુ અફવા ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને ભવિષ્યમાં આવું કૃત્ય ન કરે તેવો સબક શીખવવો જોઈએ તેવી વ્યાપક લાગણી અને માગણી સમાજમાં અને તેમાં પણ ખાસ કરીને શૈક્ષણિક જગતમાં બળવત્તર બની છે.

Comments

comments