શાહિદ કપૂર ફરી પપ્પા બન્યાે, મીરા રાજપૂતે આપ્યો દીકરાને જન્મ

September 6, 2018 at 10:43 am


બોલિવુડ સ્ટાર શાહિદ કપૂર ફરી એક વખત પિતા બની ગયો છે. તેમની પત્ની મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બરના રોજ મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો. શાહિદ પહેલેથી એક દીકરીનો પિતા છે, તેનું નામ મીશા છે. મીરાના સમાચાર મળતા જ શાહિદનો ભાઇ ઇશાન ખટ્ટર પોતાની માતા નીલિમા અજીમ સાથે હોસ્પિટલ પહાેંચ્યો હતો.
મીરાને બુધવારના રોજ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. મીરાએ આની પહેલાં 26મી આૅગસ્ટ 2016ના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. શાહિદે 7 જુલાઇ 2015ના રોજ દિલ્હીની રહેવાસી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.
મળતી માહિતી પ્રમાણે દીકરો અને માતા બંને સ્વસ્થ છે. મીરા અને શાહિદ પોતાના બીજા બાળકને લઇ ખૂબ જ ઉત્સાહિત હતા. મીરા એ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના ઘરે દીકરો આવે કે દીકરી કોઇ ફરક પડતો નથી. મીરાએ પોતાની દીકરીનું નામ પોતાના અને શાહિદના નામના પહેલાં અક્ષરને મેળવી રાખ્યો હતો. શાહિદ અને મીરાને બોલિવુડમાંથી અભિનંદન મળવાનો સિલસિલો શરુ થઇ ગયો છે.

Comments

comments

VOTING POLL