શિકારપુર માતાજીના મંદિરમાંથી ર.19 લાખના આભૂષણની ચોરી

January 11, 2019 at 9:06 am


ભચાઉ તાલુકાના શિકારપુર ગામે આવેલ માતાજીના મંદિરમાંથી ર.19 લાખથી વધુની રકમના આભૂષણની ચોરી થઇ હોવાની ફરિયાદ નાેંધાઇ છે.

આ અંગે સામખિયાળી પોલીસ મથકે ભવાનભાઇ મુળજીભાઇ પટેલ (રહે. શિકારપુર)એ ફરિયાદ નાેંધાવેલ છે કે, શિકારપુર ગામે આવેલ બહુચર માતાજી મંદિરમાંથી માતાજીની મૂતિર્ ઉપરના ચાંદીના આભૂષણો નથડી, વીટી તેમજ છતર સહિત આશરે કિ.રૂા. ર,19717ની ચોરી થઇ છે.

પોલીસે અજાÎયા શખ્સો વિરૂધ્ધ ચોરીનો ગુનો નાેંધી તપાસ હાથ ધરી છે. છેલ્લા ઘણા સમયથી પૂર્વ કચ્છમાં ચોરીના બનાવો અને એમાં પણ ખાસ કરીને મંદિર અને રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવી રહ્યાે છે. ભચાઉ તાલુકાના શિકારપુરમાં આવેલ માતાજીના મંદિર ખાતેથી પણ લાખો રૂપિયાના આભૂષણોની ચોરી થતાં લોકો તથા ભક્તજનોમાં આક્રાેશની લાગણી ફેલાઇ છે.

ગાંધીધામ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ લૂંટના બનાવોનો ભેદ ઉકેલવામાં પણ પોલીસ સફળ થઇ નથી ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા ચોરી, લૂંટના બનાવોથી પૂર્વ કચ્છના મુખ્ય ગણાતા ગાંધીધામ, આદિપુર, અંજાર, રાપર, ભચાઉ જેવા શહેરી અને ઉપરોકત ગ્રામ્ય વિસ્તારમાં બનેલા બનાવોના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ ભયની લાગણી ફેલાઇ છે. પોલીસ દ્વારા સઘન પેટ્રાેલીગ અને વધતા ચોરીના બનાવોને ડામવા કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ થઇ રહી છે.

Comments

comments

VOTING POLL