શિયાળાની મોસમમાં આ 5 રીતો અપનાવો અને રહો એકદમ તરોતાજા..

January 18, 2019 at 8:42 pm


શિયાળો એટલે ઠંડીની ઋતુ. કહેવાય છે કે શિયાળામાં જેટલી સેહત બનાવવી હોય એટલી બને. તો આજે જાણીશું શિયાળામાં સેહતમંદ રહેવાનાં અમુક ઉપાયો….

શિયાળામાં સેહતમંદ રહેવા માટે સૌથી જરૂરી છે નિયમિત હાથ ધોવા, વારંવાર હાથ ધોવાથી કીટાણું નાશ પામશે અને બિમારીઓ દૂર રહેશે.શિયાળામાં લસણનો ઉપયોગ ખાવામાં વધુ કરવાથી પણ સેહતમાં ઘણો ફાયદો થાય છે. લસણ ઈમ્યુનીટીમાં વધારો કરે છે અને અમુક બેક્ટેરીયાનો નાશ પણ કરે છે.દરરોજ 6 થી 8 ગ્લાસ પાણી પીવું જોઇએ. પાણીની માત્રા શરીરમાં બની રહે એટલે શરીરની ઈમ્યુનીટી સિસ્ટમમાં વધારો થાય છે.પોતાની જાતને એક્ટીવ રાખો. શિયાળામાં કસરતનું પણ બહુ મહત્વ છે. જેટલી વધુ કસરત કરશો એટલું વધું સેહતમંદ શરીર બનશે.વિટામિન સીનો ખાવામાં વધારો કરવાથી ઈમ્યુનીટી સિસ્ટમમાં વધારો થાય છે. જેથી વિટામીન સી મળી રહે તેવાં ફળોનો ખાવામાં રોજ ઊપયોગ કરવો.જેથી તમારૂં શરીર હેલ્ધી અને ફિટ રાખી શકાય છે.

Comments

comments

VOTING POLL