શિયાળામાં રાખો હોઠને મુલાયમ અને ગુલાબી….

February 7, 2019 at 8:37 pm


શિયાળામાં ત્વચાની સાથેસાથે હોઠનું પણ વિશેષ ધ્યાન રાખવું પડે છે. આ ઋતુમાં મુલાયમ હોઠ પર પોપડી બાઝી જવાના તેમજ ખરબચડા થવાની ફરિયાદ સામાન્ય છે. તેથી હોઠની યોગ્ય રીતે કાળજી જરૂરી છે.

હોઠ પર ઘી અને મલાઇ લગાડવી

હોઠની ત્વચા પર ચીરા ન પડે અને ગુલાબી રહે માટે રોજ રાતના હોઠને શુદ્ધ ઘી અથવા મલાઇથી માલિશ કરવું. રાતના સૂતી વખતે પેટ્રોલિયમ જેલી પણ હોઠ પર લગાડી શકાય. અન્ય એક ઉપાય તરીકે નાભિ પર રાતના સૂતા પહેલા દેશી ઘી અથવા શુદ્ધ સરસવનું તેલ લગાડવું જોઇએ.

પાણી વધુ પ્રમાણમાં પીવું

હોઠની નમી અને શરીરમાંના પાણીને સીધો સંબંધ છે. આ ઋતુમાં તરસ ઓછી લાગતી હોય છે તેથી સામાન્ય રીતે ઓછું પાણી પીવાતું હોય છે. પરંતુ પાણી વધુ પ્રમાણમાં પીવું તેમજ દિવસમાં એક વાર હુંફાળા પાણીનો ગ્લાસ પીવા જે ત્વચા અને પેટ બન્ને માટે સારું છે.

લિપ બ્લામથી રાખો મુલાયમ

ઘરને પણ લિપ બ્લામ બનાવી શકાય છે. જે માટે એક વેસેલિનની ડબ્બીમાં થોડા ટીપાં ગ્લિસરીનના ભેળવવા. આ મિશ્રણમાં જેસી ગુલાબીની પાંખઢીો નાખવી અને સારી રીતે ભેળવી લેવું. આ બ્લામ નિયમિત હોઠ પરલગાડવાથી હોઠ મુલાયમ રહે છે.

સૂર્યના કિરણોથી રક્ષણ

સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી હોઠને રક્ષણ આપવા તેના પર સનસ્ક્રિન લોશન અવશ્ય લગાડવું.

મધ લગાવો અને રાખો હોઠને ગુલાબી

હોઠની ત્વચા ફાટી ગઇ હોય તો તેના પર મધ લગાડવું. મધમાં એન્ટિસેપ્ટિકનો ગુણ છે અને એનાથી ફાટેલા હોઠમાં દરદથી રાહત મળશે.

Comments

comments

VOTING POLL