શિયાળામાં લગાવો આ નેચરલ ફેસપેક અને ત્વચાને રાખો કોમળ

December 1, 2018 at 2:02 pm


શિયાળામાં લગાવો આ નેચરલ ફેસપેક અને ત્વચાને રાખો કોમળ

શિયાળાની ઋતુ આવતા જ ત્વચા સુષ્ક બનતી જાય છે. ત્યારે તમામ માનુનીઓને ચહેરાની સમસ્યા સતાવે છે. આમ, જોઈએ તો શિયાળામાં તાજા શાકભાજી અને કસરતથી શરીરને વધુ તંદુરસ્ત બનાવી શકાય છે. પરંતુ સ્કીનની સમસ્યા એવી છે કે તેને જાળવવા માટે ઘરગથ્થુ ઉપાય યોગ્ય નિવડે છે. જો સ્કીન પર કેટલાક નેચરલ ફેસપેકનો ઉપયોગ કરવામાં આવે તો સ્કીનને મુલાયમ રાખી શકાય છે આવા કેટલાક ફેસપેક વિશે વાત કરીએ તો….

બદામનો ફેસપેક

બદામનાં ભૂકામાં ૨ ચમચી દૂધ ભેળવી તેને ચહેરા પર લગાવો. ૧૦ મિનિટ બાદ ધોઈ નાંખો. આ પેક શિયાળામાં ત્વચાને નરમ બનાવશે અને ડ્રાયનેસ દૂર કરશે.

પપૈયાંનો ફેસપેક

પપૈયાંને ક્રશ કરી તેમાં ૨ ચમચી મધ મેળવીને ફેસ પેક બનાવો અને ચહેરા પર લગાવો તેમજ બીજી ડ્રાયસ્કીન પર લગાવો. સૂકાઈ ગયાં બાદ ધોઇ લો. તેનાંથી સ્કીન મોસ્ચ્યુરાઈઝ થશે.

લીંબુનો ફેસપેક

લીંબુનાં રસમાં ૨ ચમચી મધ ભેળવી તેને રૂ વડે ચહેરા પર લગાવો. થોડી વાર બાદ ધોઇ નાંખો. તેનાંથી સ્કીનને વિટામિન સી મળશે અને ચહેરા પર શિયાળામાં આવતી ખંજવાળ પણ દૂર થશે તેમજ સ્કીન સોફ્ટ બનશે.

કેળાનો ફેસપેક

કેળાને ક્રશ કરી તેમાં ૨ ચમચી મધ ઉમેરો. સરખુ મિક્સ કરી તેને ચહેરા પર લગાવો. સૂકાઇ ગયા બાદ ધોઈ લો, તેનાથી સ્કીનને વિટામિન સી મળશે અને કરચલીમાં પણ ફાયદો થશે.

આમ, જો ત્વચાને સ્વસ્થ અને મુલાયમ તેમજ સ્મુધ રાખવી હોય તો આવા ઘરગથ્થુ ઉપચારો આવશ્યક છે…..

Comments

comments