શિયાળુ સત્રઃ લોકસભા અધ્યક્ષે મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી

December 6, 2018 at 11:03 am


સંસદનું શિયાળુ સત્ર 11 ડિસેમ્બર થી 8મી જાન્યુઆરી સુધી ચાલશે. 2019ની ચૂંટણી પહેલાં પૂર્ણ સમયકાળનું અંતિમ સત્ર હશે. આ દરમિયાન લોકસભામાં શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી થાય એ માટે અધ્યક્ષ સુમિત્રા મહાજને સર્વપક્ષીય બેઠક બોલાવી છે. નાેંધનીય બાબત એ છે કે 11મી ડિસેમ્બરે પાંચ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થશે. જ્યારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ એમ.વ¦કેયા નાયડૂએ ઉપલા ગૃહમાં સુચારુ રીતે કામકાજ થાય એ હેતુસર 10મી ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ 10મી ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં રાજ્યસભામાં પેન્ડિંગ પડેલા એક સાથે ત્રિપલ તલાક બિલ પસાર કરાવવા પ્રયાસ કરશે.

Comments

comments

VOTING POLL