શિવજીની આરાધના સાથે શ્રાવણમાસની પૂણાર્હુતિ : કાલે ભાદરવી અમાસ

September 8, 2018 at 2:54 pm


Spread the love

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે શ્રાવણમાસ ધર્મોલ્લાસ સાથે પૂણાર્હંતિ અને ભાદરવી અમાસે પિતૃતર્પણ, ગામે-ગામે મેળાનું આયોજનો, અને ભાદરવી અમાસ (પિતૃ અમાસ) તરીકે આેળખાવામાં આવે છે. પ્રાંચી, રફાળેશ્વર, જૂનાગઢ, સોમનાથ સહિતના ધાર્મીકસ્થાનો પર ભકતોની ભીડ જોવા મળશે. ગણેજીનાં સ્વાગતની તડામાર તૈયારીઆે શરૂ કરવામાં આવી છે.
શ્રાવણ વદ અમાસને રવિવાર તા.9ના દિવસે શ્રાવણ માસ પૂર્ણ થશે. શ્રાવણ માસની અમાસના દિવસે બપોરે 2-46 સુધી સિધ્ધયોગ છે જે પિતૃકાર્ય તથા જપ-પૂજચા માટે શ્રેષ્ઠ છે તથા શ્રાવણ માસની અમાસને પીઠોરી અમાસ પણ કહે છે. અમાસના દિવસે ઉપવાસ રહેવો તથા મહાદેવજીની અને પાર્વતીજીની વિધિવત પૂજા કરવી, મહાદેવજીને દૂધ, જળ, કાળા તલ અને બિલીપત્ર ચઢાવવા તથા વસ્ત્ર અર્પણ કરવા, પાર્વતીજીની પૂજા કરવી, માતાજીને કંકુચોખા કરી ફૂલ ચડાવી ત્યારબાદ વસ્ત્ર અલંકાર અર્પણ કરી શકાય તથા આેમ નમઃ શિવાયની 21 માળા કરી મહાદેવજીને તથા પિતૃને અર્પણ કરવી, પિતૃને મોક્ષ મળે છે.
શ્રાવણ માસની અમાસના દિવસે સિધ્ધયોગ હોવાથી આ દિવસ પિતૃતર્પણ તથા પિતૃકાર્ય માટે ઉત્તમ દિવસ છે તથા આ દિવસ આરાવારાનો દિવસ હોવાથી પીપડે પિતૃને પાણી રેડી અને 108 પીપળાની પ્રદક્ષિણા કરવી પણ શુભ છે. શ્રાવણ માસની અમાસના દિવસે પણ ગાયનું પૂજન અને પ્રદક્ષિણા કરવાનો મહિમા છે. શ્રાવણ માસની અમાસના દિવસે મહાદેવજીને કાળા તલ ચડાવવાથી રાહુ ગ્રહની પીડા હોય તો શાંતિ મળે છે તથા સૂર્ય નબળો હોય તો સૂર્યને અર્ધ આપવું તથા ઘઉંનું દાન દેવું, શનિ નબળો હોય પનોતી ચાલતી હોય તો અમાસના દિવસે મહાદેવજી ઉપર તથા હનુમાનજી ઉપર સરસવના તેલનો અભિષેક કરવાથી રાહત મળે છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું.