શિવસેનાને આ વખતે જોઈએ ત્રણ પ્રધાનપદ

May 25, 2019 at 10:39 am


Spread the love

લોકસભાની 542 બેઠકોમાંથી ભાજપ્ના નેતૃત્વ હેઠળની એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ને 350થી વધુ બેઠકો મળી છે અને મહારાષ્ટ્રમાં પણ યુતિને સારી સફળતા મળી છે. રાજ્યની 48માંથી 41 બેઠક ભગવી યુતિએ જીતી લીધી છે. એનડીએના ઘટક પક્ષોમાં ભાજપ પછી સૌથી વધુ સંસદસભ્યો શિવસેનાના છે તેથી આ વખતે તેઓ ત્રણ પ્રધાનપદાં મેળવવાની આશા રાખી રહ્યા છે.
2014માં શિવસેનાને ફક્ત એક જ પ્રધાનપદું આપવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે 30મી તારીખે નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના શપથ ગ્રહણ કરે ત્યારે શિવસેનાને ત્રણ પ્રધાનપદાં આપવામાં આવે એવી માગણી શિવસેનામાં જોર પકડી રહી છે.

આખા દેશમાં એનડીએના ઘટકપક્ષોમાં બીજા નંબરની સૌથી વધુ બેઠકો શિવસેના પાસે છે એટલે ઓછામાં ઓછા તેમને બે કેબિનેટ સ્તરનાં પ્રધાનપદાં અને એક રાજ્યકક્ષાનું પ્રધાનપદ કેન્દ્રમાં આપવામાં આવે એવી માગણી ઊઠી રહી છે. આધારભૂત સાધનોનાં જણાવ્યા મુજબ દક્ષિણ મુંબઈના સંસદસભ્ય અરવિંદ સાવંત, રત્નાગિરિ-સિંધુદુર્ગના સંસદસભ્ય વિનાયક રાઉત અને યવતમાળ-વાશિમના સંસદસભ્ય ભાવના ગવળી પ્રધાનપદ મેળવવા માટે લોબીઈંગ કરી રહ્યા છે.