શિષ્યત્વથી સિધ્ધત્વ સુધીની યાત્રાનો સાચો માર્ગ એટલે ગુરૂ

September 11, 2018 at 3:35 pm


પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ગુરૂદેવો દિવ્યત્માઆેના જયજયકાર સાથે મંગલ પ્રારંભ રાષ્ટ્રસંત ગુરૂદેવ નમ્રમુનિ મહારાજની નિશ્રામાં ગુરૂદેવો પ્રત્યે ઉપકારભાવ વ્યકત કરવાની ધર્મયાત્રાનો શુભારંભ થયો હતો. આજના સંઘપતિ તરીકે પ્રભુદાસભાઈ પારેખ (શિલ્પા જવેલર્સ) પરિવારે આશ}વાદ અને અનુમોદના સાથે આજની ધર્મસભાનો ધર્મલાભ લીધો હતો. સુશાંતમુનિ મહારાજ અને તપ સાધનાના મહાત્મ્યને સમજાવીને ભાવિકોને તપ આરાધના કરવાનો બોધ આપીને આજની ધર્મસભાનો શુભારંભ કરાવ્યો હતો.

ગુરૂદેવે જીવનમાં ગુરૂના મહત્વનું મહાત્મ્ય સમજાવતા ફરમાવ્યું હતું કે, ધર્મ સમાન રસ્તાની મોક્ષરૂપી મંઝિલ માટે ગુરુરૂપી સાઈનબોર્ડની જરૂર પડે છે. ગુરુવંદના કરતાં ગાેંડલ સંપ્રદાયના સ્થાપક એકવતારી, પ્રાતઃસ્મરણીય, નિદ્રા વિજેતા ગચ્છાધિપતિ ડુંગરસિંહજી સ્વામીની ભિક્ત આરાધના સકળ સંઘે કરી હતી. સાચા શિષ્યને પોતાના ગુરૂદેવ મળે છે ત્યારે તરત જ ફિકવન્સી મેચ થઈ જાય છે. એમ જેની લાઈફમાં ગુરૂનો યોગ થાય છે તે અયોગી બની જાય છે. તપસ્વી જય માણેક ગુરૂદેવો કે જેમણે જીવનભર પાણીનો ત્યાગ કરેલો, છાશની પરાશમાં લાકડાના છોલ પલાળીને ગોચરી વાપરતા. કાલે ભાવિકો દ્વારા આપવામાં આવેલાં મીઠાઈનું બોકસ ખોલીને ખાંતા 20,000 ગરીબોએ જે ખુશી, આનંદ અને પ્રેમ સાથે પ્રભુ મહાવીરના જન્મને ઉજવ્યો હતો. તે જોઈને પૂ.ગુરૂદેવે રાજકોટના ભાવિકોની અનુમોદના કરી હતી.

પવાર્ધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ઈનર કલીયરીગ કોર્ષમાં ગઈકાલે આત્મશુિÙ, કોર્ષ પૂરો થયા પછીના છ દિવસીય શેડયુલ આપ્યા બાદ આજરોજ તમામ શિબિરાર્થીઆેને પૂ.ગુરૂદેવની નિશ્રામાં ડુંગર દરબારમાં રચાયેલ સમવશરણમાં આજથી 2500 વર્ષ પહેલાના પ્રભુ મહાવીરના સમવશરણની અનુભૂતિ કરાવવામાં આવી હતી. સમવશરણના પ્રવેશ પહેલા દરેક ભાવિકે પોતાની જાતને પ્રભુના દરબારમાં પ્રવેશ માટે અણિયાળા પથ્થરોની પગદંડી પર ચાલીને લાયક તેમજ પાવન બનાવી હતી. ગુરૂદેવના સાનિધ્યમાં પ્રભુના સમવશરણનું અદભુત દ્રશ્ય સજાર્યું હતું. આનના અવસરે ગીજુભાઈ ભરાડ, કાંતિભાઈ કપાસી, સી.પી.દલાલનું રાષ્ટ્રસંતના વરદ હસ્તે રાજકોટ રત્નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિશેષમાં, સરગમ કલબનાં ગુણુભાઈ ડેલાવાલા અને બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયને રાષ્ટ્રસંત દ્વારા શ્રીયંત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Comments

comments

VOTING POLL