શીશલી ગામે આધેડને છરી–ધોકા લાકડી બતાવી ધમકાવાયા

April 19, 2019 at 2:43 pm


શીશલી ગામે આધેડને છરી–ધોકા લાકડી બતાવી ધમકાવાયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. શીશલી ગામે શિંગડા વાડી વિસ્તારમાં રહેતા ગીગા લાખાભાઇ ઓડેદરા નામના આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમણે સરકારના નિયમ મુજબ શીશલી ગામની પડતર જમીનમાં બે ગુઠા કુવા માટે જમીન મંજુર કરાવી હતી તેથી ભીમા ખીમા મોઢવાડીયા તથા તેના બે પુત્રો રાજુ ભીમા મોઢવાડીયા અને રામ ભીમા મોઢવાડીયાએ કુવામાંથી પાણી કાઢવા તથા પાઇપલાઇન પસાર કરાવવાના બે લાખ રૂપિયાની ગીગા પાસે માંગણી કરી હતી અને ગીગાએ પૈસા નહીં આપતા પિતા અને બે પુત્રો છરી, ધોકા, લાકડી લઇને. આવી પહોંચ્યા હતા અને ગીગાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો દીધી હતી

Comments

comments

VOTING POLL