શું આ મારો દેશ છે ? આપઘાત કરવામાં મહિલાઆે દુનિયામાં સૌથી વધુ ભારતમાંઃ ચારેકોર નાની બાળાઆે અને મહિલાઆે પર રેપ!

September 17, 2018 at 12:26 pm


આપણા દેશમાં મહિલાઆેને પગના ખાસડા બરાબર સમજવાની રાક્ષસી પરંપરા આજે પણ સમાજ જીવનને તબાહ કરી રહી છે. નેતાઆે, નેતીઆે, સામાજિક સંસ્થાઆે, સુધારકો, વિચારકો અને અલગ અલગ સંપ્રદાયના સંતો-મહંતો કે મુલ્લાઆે આ સ્થિતિમાં કોઈ ફેર પાડી શકતા નથી તે આજનું સત્ય છે અને તેનો સ્વીકાર કર્યા સિવાય છુટકો નથી. જો કે હવે તો નાની બાળાઆે પણ આપણા દેશમાં સલામત રહી નથી. માણસની પ્રકૃતિ કેનીબલ્સ જેવી થઈ ગઈ છે. જંગલનું છેંી કવોલિટીનું જાનવર પણ જે કામ ન કરે તે આપણો આજનો સુસંસ્કૃત અને સભ્ય દેશનો નાગરિક કરી રહ્યાે છે. આપણે કલ્ચર્ડ હોવાનો દાવો બરાડા પાડી પાડીને કરીએ છીએ અને આપણા પોતાના વખાણ કરવામાં કયારેય પાછળ રહેતા નથી. જયારે વાસ્તવિકતા એટલી ખરાબ છે કે તેની ચર્ચા કરવાનું પણ મન થતું નથી. દેશના અલગ અલગ ભાગોમાં નાની બાળાઆે પર રેપ કરીને તેમને મારી નાખવાની એક રાક્ષસી પરંપરા શરૂ થઈ છે અને આપણા દેશમાં મહિલાઆે કે વૃધ્ધાઆે સલામત નથી તે વાત હવે કોઈ માટે નવી રહી નથી. વૃધ્ધોને વૃધ્ધાશ્રમમાં છોડી દેવામાં આવે છે. હમણા એક તાજા રિપોર્ટ મુજબ દેશમાં દર કલાકે ચાર બળાત્કાર થઈ રહ્યા છે.

સાથોસાથ દેશમાં મહિલાઆેના આપઘાતની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ નીકળી છે. આ વિષય પર લેસન્ટ પબ્લીક હેલ્થ જર્નલની એક રિપોર્ટ સામે આવી છે અને તે આપણા દેશ માટે ઉંડી ચિંતા કરાવે તેવી છે. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ દુનિયાભરમાં આત્મહત્યા કરનાર એક હજાર મહિલાઆેમાં 366 ભારતીય હોય છે. આ સ્થિતિ આપણા માટે કેટલી આઘાતજનક છે તેનો ખ્યાલ હજુ સુધી કોઈને આવ્યો નથી અને આ બાબત પર કોઈ ગંભીર હોય તેવું પણ દેખાતું નથી. જો કે આંકડાઆે મુજબ 1990 થી લઈને 2016ની વચ્ચે દેશમાં આત્મહત્યા કરનાર મહિલાઆેની સંખ્યા ઘટી છે આમ છતાં વૈશ્વિક સ્તર પર મહિલાઆેના આપઘાતના આંકડાઆેમાં આપણું યોગદાન વધુ રહ્યું છે તે બાબતનો ઈન્કાર થઈ શકે તેમ નથી.

એક હકીકત એ પણ સ્વીકારવી પડશે કે દુનિયાભરમાં અલગ અલગ દેશોએ આ સમસ્યાને સુલઝાવવા માટે જે ઝડપ દેખાડી છે તેની સરખામણીએ આપણે ત્યાં આવી કોઈ કામગીરી હજુ સુધી દેખાતી નથી. આપણે ત્યાં બીજા દેશો કરતાં સ્થિતિ વધુ ગંભીર છે કારણકે દેશમાં આત્મહત્યાનો રસ્તો પકડનાર મહિલાઆેમાં 71.2 ટકા તો 15 થી 39 વર્ષની વયની મહિલાઆે છે એટલે કે આપણી યુવતીઆે આપઘાતના માર્ગે ચડી ગઈ છે. આપઘાત કરવા પાછળના કારણો હંમેશા અલગ અલગ જ હોય છે. પારિવારિક સમસ્યા અને બાü તત્વોના જુલમના કારણો અગ્રેસર હોય છે.

વળી બીજી ચિંતાની બાબત આપણા માટે એ પણ છે કે આપણે ત્યાં આ આપઘાત કરનારી મહિલાઆે મોટા ભાગની પરિણીત નીકળી છે. કેટલાક કેસમાં તો પરિણીતાઆે વધુ આક્રમક સ્વરૂપમાં આવી જાય છે અને બાળકોને ખોળામાં બેસાડીને આપઘાત કરી લે છે. આ સમસ્યા ખતરનાક છે કારણકે તેનાથી પારિવારિક વ્યવસ્થા નષ્ટભ્રષ્ટ થઈ રહી છે. પ્રેમ પ્રકરણો, પારિવારિક જુલ્મો, યૌન સંબંધી હિંસા, માલમિલકતના ઝઘડા, પતિ-પત્ની વચ્ચેના ઝઘડા આ બધા કારણો તેના માટે જવાબદાર છે. પરંતુ મુળ વાત એ છે કે મહિલા પર કે નાની બાળાઆે પર આપણે ત્યાં જે જુલ્મ થઈ રહ્યાે છે તે આપઘાતના સિલસિલા કરતાં વધુ હેવાનિયત ભર્યો દેખાય છે.

આમ જુઆે તો 1990થી 2016ની વચ્ચેની અવધીનું અધ્યયન કરવામાં આવે તો ભારતમાં આ સમય દરમિયાન કન્યાઆે ફકત શિક્ષણ કે રોજગારના ક્ષેત્રમાં જ આગળ વધી નથી બલ્કે સ્ત્રી-પુરૂષ સંબંધોના માળખામાં પણ ઘણા બધા ફેરફાર જોવા મળ્યા છે. આજે સ્ત્રીઆે વધુને વધુ આગળ વધી રહી છે અને શિક્ષણમાં કન્યાઆે શિરમોર રહી છે પરંતુ આપણે તેમને સામાજિક કે પારિવારિક સુરક્ષા પ્રદાન કરી શકતા નથી. આ દરમિયાન મોટા શહેરોમાં લીવ ઈન રિલેશનશીપના વાઈરસ ફેલાઈ ચુકયા છે અને આ રિલેશનશીપમાં રહેતાં યુવક યુવતીઆેની સંખ્યા પણ વધી ગઈ છે. આવા રિલેશનનું પરિણામ પણ આપઘાત અથવા તો હિંસામાં પરિણમે છે અને આવા અનેક બનાવો દેશભરમાં બનતા જ રહે છે. નાના નાના શહેરોમાં હવે સંબંધોમાં ખુલ્લાપણું આવતું જાય છે. પરિવારની અંદર ગુંગળાઈને રહેવામાં હવે કન્યાઆેને રસ નથી. તે પોતાનો રસ્તો પોતે નકકી કરતી થઈ છે. પરંતુ અલગ અલગ રિલેશનશીપમાં આવતા તનાવ અને તેમાંથી સજાર્તી મુશ્કેલીઆેનો સામનો કરવામાં તે પાછી પડે છે અને છેલ્લે આપઘાતનો રસ્તો અપનાવે છે. નોકરિયાત મહિલાઆેને પણ ટેન્શનનો પાર નથી. ઘર ચલાવતી મહિલાઆે પણ સતત તનાવમાં રહે છે. આ બધી સ્થિતિ આપઘાત કરવા માટેના દ્વાર ખોલે છે પરંતુ તેને અટકાવવા માટે આપણે કોઈ પરિણામદાયક કામગીરી કરી શકયા નથી. હવે આ પરંપરાને ગંભીરતાથી અટકાવવા માટે સૌએ સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે. જો થોડીક મદદ સમયસર મળી જાય તો મહિલાઆેના જાન બચી શકે છે અને હિંસા તથા આપઘાતની સ્થિતિમાંથી એમને બહાર ખેંચી શકાય છે. સરકાર અને સમાજ બંનેએ એમને સમયસર સહાયતા કરવાની વ્યવસ્થા કે એવું સચોટ મિકેનીઝમ બનાવવાની જરૂર છે. જો આ કામ આપણે કરશું તો આવનારી પેઢીઆે આપણને યાદ રાખશે અને બીજા દેશો કરતાં આપણા દેશમાં આ સ્થિતિ વધુ સુઘડ અને પ્રશંસારૂપ બની જશે તેમાં કોઈ શંકા નથી.

Comments

comments

VOTING POLL