શું કારણ છે કે ‘બીગ બોસ’ શોને લીધે લોકો ભરાયા રોષે ?

October 8, 2019 at 10:30 am


ટેલીવિઝનનો સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ ટીવી શો ‘બિગ બોસ’ની સિઝન ૧૩ હજી શરુ જ થઇ છે ત્યાં જ શોમાં વિવાદના વાદળો ઘેરાઈ ગયા છે. આ શો સામાન્યરીતે વિવાદ ઉભો કરીને ટીઆરપી વધારવામાં માહેર છે. તો સાથે બિગ બોસના નિર્માતાઓએ તેમાં મસાલો નાંખવા માંડ્યા છે જેના કારણે લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. શોના સમયની વાત કરીએ તો શોનો ટાઈમ ૧૦.૩૦ વાગ્યાનો કરી નાખવામાં આવ્યો છે. એની પાછળનું કારણ એ છે કે નિર્માતાઓ એમાં અશ્લીલતા ઉમેરી શકે તેને લઈને શોનો સમય આ રીતે રાખવામાં આવ્યો છે. પરંતુ દર્શકોને આ વાત પસંદ આવી નથી જેને લઈને તેઓ રોષે ભરાયા છે. બિગ બોસમાં મહિલા અને પુરુષ કન્ટેસ્ટન્ટ એક સાથે બેડ પણ શેર કરતા બતાવી રહ્યા છે. ત્યારે સોશ્યલ મીડિયા પર શોની ફરિયાદ પીએમ મોદી સુધી પહોંચાડવા માટે પણ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

Comments

comments