શું ખરેખર ઓડીયન્સના ઓછા વોટને કારણે તહ્સીન થયા બિગબોસમાંથી આઉટ ? જાણવા માટે ક્લિક કરો….

November 11, 2019 at 10:46 am


બિગબોસમાં અવારનવાર કંઇકને કંઇક શોકિંગ થતું જ હોય છે. એમાં પણ દર્શકોમાં માટે બિગબોસની ૧૩મી સીઝન સૌથી વધુ ચોંકાવનારી રહી છે. વાઈલ્ડ કાર્ડ કંટેસ્ટેન્ટના રૂપે એન્ટ્રી કરનાર રાજનૈતિક વિશ્લેષક તહસીન પૂનાવાલા શોમાંથી એલિમિનેટ થઈ ગયા છે. આટલી જલ્દી બિગબોસની ૧૩મી સીઝનમાંથી આઉટ થતાં અનેક સવાલો ઉભા થયા છે. કારણકે શોમાં તેની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી જેને જોતા ફેન્સને લાગતું હતું કે, તે શોમાં લાંબા સમય સુધી ટકશે. જોકે અત્યારે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે, તહસીનનું સફર દર્શકોના ઓછા વોટ મળવાના કારણે નહીં પરંતુ તેમના પોલિટિકલ કારણોના લીધે સમાપ્ત થયું છે. રિપોર્ટ પ્રમાણે શોના મેકર્સને તહસીનના લોયર્સે કોલ કરી તેમને અર્જેન્ટલી તહસીનથી કોઈ રાજનીતિક મુદ્દા પર વાત કરાવવા માટે કહ્યું હતું અને ત્યાર બાદ તહસીનને શોમાથી એલિમિનેટ કરી દેવામાં આવ્યો હતો. જોકે આ ઘટના પર તહસીન તરફથી કોઈ પણ પ્રકારની ઓફિશિયલ જાણકારી સામે નથી આવી.

Comments

comments