શું છે રહસ્ય કે પથ્થર ખસી જાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ !

September 5, 2019 at 4:43 pm


વિજ્ઞાન ભલે ગમે એટલી સિદ્ધિ હાસલ કરી લે પરંતુ દુનિયામાં અમુક રહસ્યો ક્યારેય ખુલતા નથી. વૈજ્ઞાનિકો ઘણા રહસ્યોને ઉકેલવા હાથ ધોઈને તેની પાછળ પડી ગયા હોય છે પરંતુ તેને ઉકેલી શકતા નથી. એમનું જ એક રહસ્ય એટલે આ.. કે આ જ્ગ્યાએ રહસ્યમય રીતે પથ્થર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય છે. આ રહસ્ય પૂર્વ કેલિફોર્નિયામાં આવેલા રણમાં છે, જેને ડેથ વેલીના નામથી ઓળખવામાં આવે છે. કેલિફોર્નિયાના ડેથ વેલિની સંરચના અને તાપમાન પણ ભૂ-વૈજ્ઞાનિકોને હંમેશાં આશ્વર્ચમાં નાખતું રહે છે, પરંતુ તેનાથી પણ વધારે હેરાન કરનારી વસ્તુ છે, તે છે અહીં ખસવાવાળા પથ્થર, આ પથ્થરને સેલિંગ સ્ટોન્સના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંના રેસ ટ્રેક ક્ષેત્રમાં હાજર ૩૨૦ કિલોગ્રામ સુધીના પથ્થર આપોઆપ ખસીને એક જગ્યા પરથી બીજી જગ્યા પર પહોંચી જાય છે. ત્યારે વૈજ્ઞાનિકો માટે પણ આ એક રહસ્ય બની ગયું છે કે આખરે આ કઈ રીતે પથ્થર તેની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકે ? રેસ ટ્રેક પ્લાયા ૨.૫ મીલ ઉત્તરથી દક્ષિણ અને ૧.૨૫ મીલ પૂર્વથી પશ્ચિમ સુધી બિલકુલ સપાટ છે, પરંતુ અહીં પડેલા પથ્થર જાતે એક જગ્યાથી બીજી જગ્યા ખસવા લાગે છે. જે સામાન્યરીતે અસંભવ છે, આ જગ્યા પર આશરે ૧૫૦થી વધુ પથ્થર આવેલા છે. જોકે હકીકત એ પણ છે કે આજ સુધી કોઈ વ્યક્તિએ પોતાની આંખોથી પથ્થરને ખસતાં જોયા નથી. મીડિયા અહેવાલો પ્રમાણે, ૧૯૭૨માં આ રહસ્યનો ઉકેલ મેળવવા વૈજ્ઞાનિકોની ટીમ એ જગ્યા પર આવી હતી. અંદાજે ૭ વર્ષ સુધી આ બાબત પર અભ્યાસ પણ હાથ ધરવામાં આવ્યો પરંતુ તેનો કોઈ જવાબ ન મળ્યો. કેરિન નામનો લગભગ ૩૧૭ કિલોગ્રામ પથ્થર સંશોધન દરમિયાન જરા પણ ન ખસ્યો, પરંતુ થોડા વર્ષો પછી જ્યારે તે ટીમ ત્યાં પહોંચી તો તે પથ્થર એક કિલોમીટર દૂર જોવા મળ્યો. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવાના જોરના કારણે પથ્થર એક જગ્યાથી બીજી જગ્યા પર પહોંચી જાય છે.

Comments

comments