શું તમારે ટ્વીટર એકાઉન્ટ હેકથી બચવું છે ? તો અપનાવો આ ટીપ્સ !

June 12, 2019 at 11:34 am


બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન તેમજ અદનાન સમીનું ટ્વિટર અકાઉંટ તાજેતરમાં જ હેક થયું હતું. આ અકાઉન્ટને પ્રો પાકિસ્તાન તર્કિશ ગૃપએ હૈક કર્યુ હતું. અકાઉંટને હૈક કરી અમિતાભ બચ્ચનના ફોટોની જગ્યાએ પાક પ્રધાનમંત્રીનો ફોટો લગાવી દીધો હતો. આ મામલે અમિતાભ બચ્ચનએ ફરિયાદ પણ નોંધાવી હતી. જો કે ટ્વિટર અકાઉંટ હૈક કરવાની ઘટના કોઈપણ યૂઝર સાથે બની શકે છે. જો તમે આવી સ્થિતીથી બચવા માંગતા હોય તો અહીં તેના માટેના ઉપાય દર્શાવાયા છે. આ ટીપ્સ ફોલો કરવાથી તમારું ટ્વિટર અકાઉન્ટ સેફ થઈ જશે અને જાણી શકશો કે તમારું અકાઉન્ટ સેફ છે કે નહીં. ટ્વિટર અકાઉન્ટ લોગઈન કરો અને કોઈ અજીબ એક્ટિવિટી જોવા મળે તો સમજવું કે અકાઉંટ હૈક થઈ ગયું છે. આ એક્ટિવિટી એટલે કોઈને ડાયરેક્ટ મેસેજ સેન્ડ કરવા, અજાણી વ્યક્તિને ફોલો કરવા, સ્પેમ મેસેજ સેન્ડ કરવા વગેરે હોય શકે છે.જો અકાઉન્ટ લોગઈન ન કરી શકો તો પણ તે હૈકિંગનો સંકેત હોય છે. હૈકર્સ યૂઝરનેમ, પાસવર્ડ, ઈમેલ આઈડી વગેરે બદલી શકે છે. એટલા માટે પોતાના ઈમેલ પર નજર જરૂર રાખવી. ટ્વિટર અકાઉન્ટમાં કોઈ ફેરફાર થાય તો ટ્વીટર ઈમેલ જરૂર કરે છે. ટ્વીટર અકાઉન્ટ તમે કયા કયા ડિવાઈસ પર લોગઈન કર્યુ હતું તે ચકાસી લો. તેમજ આ રીતે હેક થતા બચો.. આઈડી, પાસવર્ડ કોઈ વ્યક્તિ, વેબસાઈટ કે એપ સાથે શેર ન કરવા. આમ કરવું નુકસાનકારક હોય શકે છે. ટ્વીટર પર સેટ કરેલા પાસવર્ડ સેફ ન જણાય તો તુરંત તેને બદલી દો. પાસવર્ડ એવી રીતે સેટ કરો કે તેને ઝડપથી કોઈ ક્રેક કરી ન શકે. જો પાસવર્ડ સેટ કરવામાં સમસ્યા થાય તો ટ્વીટર સપોર્ટને કોન્ટેક્ટ કરો.

Comments

comments

VOTING POLL