શું પ્રિયંકા છે ‘ઇન્શાલ્લાહ’ ફિલ્મ બંધ થવા પાછળનું કારણ….

November 6, 2019 at 10:32 am


બાજીરાવ મસ્તાની બાદ સંજય લીલા ભણશાલી અને પ્રિયંકા ચોપરા સાથે કામ કરવા માટે ઉત્સુક હતા, પરંતુ કોઈ એવા સંજોગો બન્યા નહિ જેમાં તે બંને સાથે કામ કરી શકે. ભણશાલીને અમૃતા પ્રીતમ અને ગીતકાર સાહિર લુધિયાનવીની પ્રેમ કહાની પરની ફિલ્મ બનાવવા ઈચ્છતો હતો. પરંતુ અભિષેકે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ સલમાન ખાન અને આલિયા ભટ્ટને લઇને આ ફિલ્મ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સલમાન અને ભણશાલી વચ્ચેની ટશનને લઈને ફિલ્મ બંધ થઇ ગઈ. એમાં હવે એક નવીન વાત એ જાણવા મળી છે કે, દિગ્દર્શક પોતાની ફિલ્મમાં પ્રિયંકા ચોપરા પાસે એક આઇટમ નંબર કરાવવા ઇચ્છતો હતો. પરંતુ સલમાનને મંજુર નહોતું. તે પ્રિયંકાની બદલે ડેઝી શાહની તરફેણ કરી રહ્યો હતો, જે ભણશાલીને પસંદ નહોતું. જેને લઈને સુત્રો દ્વારા એવા અન્દજો૦ લગાવવામાં આવી રહ્યા છે કે, ઇન્શાલ્લાહ ફિલ્મ બંધ થવા પાછળ પ્રિયંકા ચોપરા પણ ક્યાંકને ક્યાંક જવાબદાર છે.

Comments

comments