શું ફરી ‘સેક્રેડ ગેમ્સ 2’ ‘નેટફ્લિક્સ’ પર મચાવશે ધૂમ ?

June 20, 2019 at 1:43 pm


લોકોની ફેવરીટ ‘નેટફ્લિક્સ’ પરની ઓરિજિનલ વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સીઝન જુન મહિનામાં શરુ થવાની હતી પરંતુ હવે તેનું રીલીઝ ઓગસ્ટમાં થવા જવાનું છે. સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી બીજી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી આ સિરીઝ માટે સમય ફાળવી શકતા નથી.
‘સેક્રેડ ગેમ્સ’ની પહેલી સીઝન ગત વર્ષની 6 જુલાઈના રિલીઝ થઇ હતી. આ વેબસિરીઝ વિક્રમ ચંદ્રાની બુક પર આધારિત છે. અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાને સાથે મળીને આ સિરીઝને ડિરેક્ટ કરી હતી. પહેલી સીઝનમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, પંકજ ત્રિપાઠી, રાધિકા આપ્ટે વગેરે મહત્વના રોલમાં હતા. જયારે આવનારી બીજી સીઝનમાં અમુક જૂના ચહેરાઓની સાથે નવા ચહેરા પણ જોવા મળશે. જેમાં કલ્કી કોચલીન, રણવીર શોરે સામેલ છે.

Comments

comments

VOTING POLL